Aandhra Pradesh News/ આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત; બસ અને ઓટો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત

Andhra Pradesh ના પલનાડુ જિલ્લામાં બસ અને ઓટો વચ્ચે થયેલી ટક્કરમાં 7 લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Andhra Pradesh

Andhra Pradesh Palnadu Bus Auto Collision Accident News:  આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ગુરુવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ચિલકલુરિપેટ વિસ્તારમાં અડ્ડા રોડ નજીક એક ખાનગી ટ્રાવેલ બસે ઓટો-રિક્ષાને ટક્કર મારતાં સાત લોકોનાં મોત થયા હતા. અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ખાનગી બસ વિજયવાડાથી ચેન્નાઈ તરફ જઈ રહી હતી. બીજી તરફ ઓટો-રિક્ષામાં સવાર લોકો કોંડા મંજૂરુથી વેલ્લોર તરફ જઈ રહ્યા હતા. તેઓ એક સમારોહમાં હાજરી આપવા માટે મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

સાત લોકોનાં ઘટનાસ્થળે મોત

અકસ્મતની ટક્કર એટલી ગંભીર હતી કે ઓટોમાં સવાર સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય બે મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટના અંગે આંધ્રપ્રદેશના(Andhra Pradesh) પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શક્ય તેટલી સારી સારવાર મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

Andhra Pradesh

ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય કરવાનો આદેશ

પરિવહન મંત્રીએ અધિકારીઓને અકસ્માત સ્થળે જરૂરી કાર્યવાહી કરીને ટ્રાફિક વ્યવસ્થા ઝડપથી સામાન્ય કરવા જણાવ્યું હતું. તેમણે લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની અને મુસાફરી દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી હતી. આંધ્રપ્રદેશમાં(Andhra Pradesh) 24 ઓગસ્ટે પણ અલગ માર્ગ અકસ્માત થયો હતો. વિજયનગરમ જિલ્લામાં પોલીસનું વાહન બ્રેક ફેલ થવાના કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું. તેમાં એક કોન્સ્ટેબલનું મોત થયું હતું, જ્યારે સબ-ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવર ઘાયલ થયા હતા. બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.


આ પણ વાંચો:આંધ્રપ્રદેશમાં 421 પેટ્રોલ પંપ બંધ, 50% વધી માંગ, CMએ ઈમરજન્સી બેઠક બોલાવી

આ પણ વાંચો:આંધ્રપ્રદેશમાં કોરોનાથી 4 વર્ષ બાદ બે મોત, 8 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

આ પણ વાંચો:આંધ્રપ્રદેશમાં પ્રેમિકાની ક્રૂર હત્યા, લાશના 3 ટુકડા કરી માથું સળગાવ્યું; નેવી જવાનની ધરપકડ