Surat News: શહેરના સરથાણા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક સેતુબંધ ચાર રસ્તા પાસે ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન અકસ્માત (Surat Accident)ની ઘટના સામે આવી છે. પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારવામાં આવેલી કાર મર્સિડીઝ સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત (Surat Accident) સર્જનાર કારનો ચાલક ગુજરાતના જાણીતા સિંગર અવધિશ હરિયાણી હોવાનું સામે આવ્યું છે. તેઓ કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઇવ માટે વાહન લઈને નીકળ્યા હતા. સરથાણા પોલીસે આ મામલે તેમની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધીએ ત્યાં જવા નીકળેલા દંપતીને નડ્યો અકસ્માત
સરથાણાના સેતુબંધ હિલ્સ વિસ્તારમાં રહેતા પાયલબેન આકાશભાઈ અંટાળા તેમના પતિ સાથે મર્સિડીઝ કારમાં સંબંધીએ ત્યાં જવા માટે નીકળ્યા હતા. બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં સેતુબંધ ચાર રસ્તા નજીક તેમની મર્સિડીઝ કાર પસાર થઈ રહી હતી. તે સમયે ટેસ્ટ ડ્રાઇવ માટે નીકળેલી કાર સાથે તેમની કારની આગળના ભાગે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્મતનો આ સમગ્ર ઘટનાક્રમ નજીકના CCTV કેમેરામાં રેકોર્ડ થયો હતો.
Surat Accident: ટક્કરથી મહિલાને ઈજા
અકસ્માતની અસર એટલી જોરદાર હતી કે મર્સિડીઝમાં સવાર પાયલબેનનું મોઢું ડેશબોર્ડ સાથે અથડાયું હતું. જેના કારણે તેમના હોઠ અને ડાબા હાથમાં ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં તેમના ભાઈ ભાવિકભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ પાયલબેનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મર્સિડીઝના બોનેટને લાખોનું નુકસાન
ટક્કરમાં મર્સિડીઝ કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. કારના બોનેટ સહિતના ભાગમાં અંદાજે રૂ. 2થી 3 લાખનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. અકસ્મત બાદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે અકસ્માત (Surat Accident) કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે.
ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન અકસ્માત
આ ઘટનામાં મહત્વની બાબત એ છે કે જે કાર અકસ્માત (Surat Accident)માં સામેલ થઈ હતી તે ટેસ્ટ ડ્રાઇવ માટે લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન કાર પૂરઝડપે હંકારવામાં આવી હતી અને ત્યારબાદ મર્સિડીઝ સાથે અથડામણ થઈ હતી. સરથાણા પોલીસે સિંગર અવધિશ હરિયાણીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત અંગે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ જતા 15 બાળકોની વાનનો અકસ્માત! ડ્રાઇવરને ખેંચ આવતા ડિવાઇડર સાથે અથડાઈ
આ પણ વાંચો:સુરતના પલસાણા એક્સપ્રેસ-વે પર સાવરકુંડલા પોલીસની બોલેરોનો ગંભીર અકસ્માત, 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા
