Entertainment News : દિલ્હીના જંતર-મંતર ખાતે CJP વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વાન અટકાવવાના એક વીડિયોથી રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી અભિનેત્રી અને ઈન્ફ્લુએન્સર રિયા આહીર (Riya Ahir) ફરી એકવાર અખબારોની હેડલાઈન્સમાં ચમકી છે. સલમાન ખાનના સુપરહિટ રિયાલિટી શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20) ના તાજેતરમાં રિલીઝ થયેલા નવા પ્રોમો બાદ રિયાની શોમાં એન્ટ્રીને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. જોકે, આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેને ભારે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જેના પર હવે એક્ટ્રેસે મૌન તોડીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
‘ફેન્સ કા ફેસલા’: દર્શકોના હાથમાં રિયા આહીર અને લવ ગિલનું ભવિષ્ય
‘બિગ બોસ 20’ ના નવા ટીઝરમાં સલમાન ખાને ગત સીઝનની સફળ થીમ ‘ફેન્સ કા ફેસલા’ ની વાપસીની જાહેરાત કરી છે. રજૂ કરાયેલા પ્રોમો મુજબ, દર્શકોએ રિયા આહીર અને લવ ગિલ વચ્ચે મતદાન કરવાનું રહેશે. જે સ્પર્ધકને જનતાના સૌથી વધુ વોટ્સ મળશે, તેને સીધા ‘બિગ બોસ’ ના મુખ્ય ઘરમાં પ્રવેશવાનો સુવર્ણ અવસર મળશે. આ જાહેરાત બાદ કેટલાક લોકોએ રિયા પર એવો આક્ષેપ લગાવવાનું શરૂ કર્યું હતું કે તેણે માત્ર પબ્લિસિટી અને ટીવી શોમાં ફુટેજ મેળવવા માટે જ જંતર-મંતર પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો.
Bigg Boss 20 : ટ્રોલર્સને જડબાતોડ જવાબ
પોતાના પર લાગેલા આક્ષેપો સામે રિયા આહીરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના એક ચાહકની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને આકરો પ્રહાર કર્યો છે. રિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તે કોઈ પૂર્ણકાલીન સામાજિક કાર્યકર્તા (Social Activist) નથી, પરંતુ એક વ્યાવસાયિક એક્ટ્રેસ, મોડેલ છે. એક આંદોલનમાં ભાગ લેવાનો અર્થ એવો નથી કે તે પોતાના કરિયર અને રોજી-રોટીને બાજુ પર મૂકી દે. જો તેને દેશના સૌથી મોટા રિયાલિટી શોમાં કામ કરવાનો અવસર મળી રહ્યો હોય, તો કરિયરના વિકાસ માટે તે ચોક્કસપણે તેનો સ્વીકાર કરશે.
13 વર્ષની થિયેટરની સફર
પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કરતા રિયાએ ખુલાસો કર્યો કે તે છેલ્લા 13 વર્ષથી રંગમંચ (Théâtre) ક્ષેત્રે સક્રિય રીતે કામ કરી રહી છે. વિરોધ પ્રદર્શનના જે વાયરલ વીડિયોથી તેને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી, તેનાથી તેણે એક પણ રૂપિયાની કમાણી કરી નથી. એક કલાકાર તરીકે તેનું જીવન અને પરિવાર સંપૂર્ણપણે તેની એક્ટિંગ પર જ નિર્ભર છે. તે અન્યાય સામે અવાજ ઉઠાવવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેનો પ્રાથમિક વ્યવસાય અભિનય જ છે. જેથી જે લોકો સામાજિક સક્રિયતા અંગે આટલી સલાહ આપે છે, તેમણે પોતે જમીની સ્તરે ઉતરીને કામ કરવું જોઈએ.
આ પણ વાંચો :આવારાપન 2 બોક્સ ઓફિસ કલેક્શન: વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર
આ પણ વાંચો :કુદરતી આપત્તિઓ પર બનેલી પ્રખ્યાત ફિલ્મો; આ ફિલ્મોમાં દેખાયો કુદરતનો પ્રકોપ
આ પણ વાંચો :Toxic Review: યશની ફિલ્મમાં એક્શન અને સ્ટાઇલ તો છે, પરંતુ વાર્તા કેટલી અસરકારક?
