Music/ નેહા-ટોનીનું સોંગ ‘ગલે લગાના હૈ’ રિલીઝ, આર્મી જવાનની લવ સ્ટોરી જોઇને તમારી આંખો પણ થશે ભીની

આ ગીતના લિરિક્સ ટોની કક્કરે લખેલા છે અને સંગીત પણ ટોનીએ આપ્યું છે. આ ગીત એક કપલ પર આધારિત છે જેમાં પતિ ભારતીય સૈન્યમાં છે અને તેની પત્ની પતિની શહાદત પછી જૂની યાદો વિશે વિચારી રહી છે.

Entertainment

ટોની કક્કર અને તેની બહેન નેહા કક્કરે મળીને વધુ એક સોંગ બનાવ્યું છે જેનું ટાઈટલ છે ગલે લગાના હૈ. આ ગીત આજે રિલીઝ થયું છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતમાં નિયા શર્મા અને શિવિન નારંગ જોવા મળી રહ્યા છે, બંનેની કેમિસ્ટ્રી લાજવાબ છે.

આ ગીતના લિરિક્સ ટોની કક્કરે લખેલા છે અને સંગીત પણ ટોનીએ આપ્યું છે. આ ગીત એક કપલ પર આધારિત છે જેમાં પતિ ભારતીય સૈન્યમાં છે અને તેની પત્ની પતિની શહાદત પછી જૂની યાદો વિશે વિચારી રહી છે.

ગીત ખૂબ જ ઈમોશનલ છે, શોના શોના, ધિમ ધિમે અને કોકાકોલા જેવા ગીતો કર્યા પછી, ટોની કક્કરે ચાહકો માટે એક સંપૂર્ણપણે અલગ ગીત લાવ્યું છે, જે સાંભળીને તેઓ પણ આશ્ચર્યચકિત અને ખૂબ જ ખુશ છે.

આ ગીત ટોની અને નેહાએ તમારા હૃદય સુધી પહોંચાડવા દિલથી ગાયું છે. શિવિન અને નિયાએ પણ ખૂબ સારો અભિનય કર્યો છે, નિયાએ ખૂબ સુંદર અને પ્રાકૃતિક અભિનય કર્યો છે, શિવિન સાથેની તેની કેમિસ્ટ્રી પણ ખૂબ સારી લાગી રહી છે.

અહીં જુઓ સોગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો