Amisha Patel Stuck in Muscat 2026: પશ્ચિમ એશિયામાં ફરી શરૂ થયેલા મિસાઈલ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને મોટી અસર પડી છે. બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ આ યુદ્ધની સ્થિતિ વચ્ચે મસ્કટમાં ફસાઈ ગઈ છે. ન્યૂયોર્કથી મુંબઈ આવી રહેલી અમીષાની ફ્લાઇટ દુબઈમાં લેન્ડ થવાની હતી, પરંતુ એરસ્પેસ બંધ થવાને કારણે તેને મધ્ય રસ્તે ડાયવર્ટ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર Amisha Patel વ્યક્ત કરી ચિંતા
અમીષા પટેલે (Amisha Patel) તેના સત્તાવાર એકાઉન્ટ પરથી મુસાફરી દરમિયાનના કડવા અનુભવો શેર કર્યા છે:
મસ્કટ ડાયવર્ટ થઈ ફ્લાઇટ: અમીષાએ (Amisha Patel) જણાવ્યું કે તે એમિરેટ્સની ફ્લાઇટમાં ન્યૂયોર્કથી મુંબઈ પાછી આવી રહી હતી. દુબઈમાં ઉતરતા પહેલા જ યુએઈમાં મિસાઈલ હુમલાના સમાચાર આવ્યા અને એરસ્પેસ બંધ કરી દેવાતા ફ્લાઇટને ઓમાનના મસ્કટ ખાતે ઉતારવામાં આવી.

યુદ્ધ સામે સવાલ: કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલી એક્ટ્રેસે ભાવુક થઈને લખ્યું, “અમે આગળની માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આ યુદ્ધ આખરે ક્યારે સમાપ્ત થશે? મને મુંબઈમાં મારા ઘરે જવાની ઉતાવળ છે.”
અગાઉ પણ અનેક કલાકારો ફસાયા હતા
આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડ સેલેબ્સ મિડલ ઈસ્ટના તણાવને કારણે અટવાયા હોય. અગાઉ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ દરમિયાન પણ ઈશા ગુપ્તા, દિયા મિર્ઝા, સોનલ ચૌહાણ અને લારા દત્તા જેવી અભિનેત્રીઓ દુબઈમાં ફસાઈ ગઈ હતી.

હાલમાં યુદ્ધની ગંભીર સ્થિતિને જોતા દુબઈ અને તેની આસપાસની એરસ્પેસ પર જોખમ તોળાઈ રહ્યું છે, જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે.
આ પણ વાંચો: આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા
આ પણ વાંચો: વિજયની જીત બાદ ઘરે પહોંચી ત્રિશા, એક્ટરે ગર્લફ્રેન્ડને બર્થડે પર શું ગિફ્ટ આપ્યું? જાણો છૂટાછેડાનું સત્ય


