sports news/ IND vs NZ: મોહમ્મદ કૈફે રવીન્દ્ર જાડેજા પર એવું તે શું કહ્યું કે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો?

IND vs NZ વનડે સીરીઝમાં મોહમ્મદ કૈફે રવીન્દ્ર જાડેજાના ફોર્મ પર સવાલ ઉઠાવી અક્ષર પટેલને શ્રેષ્ઠ વનડે વિકલ્પ ગણાવ્યો છે. જાણો શું છે આંકડા અને કેમ મચ્યો છે હોબાળો.

Sports Trending
IND vs NZ

IND vs NZ ODI Series: ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાઈ રહેલી વનડે સીરીઝની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ટીમ સિલેક્શનને લઈને મોટો વિવાદ છેડ્યો છે. કૈફે અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ખરાબ ફોર્મ પર આંગળી ચીંધી છે અને અક્ષર પટેલને તેના કરતા શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો છે. કૈફના આ નિવેદન બાદ ક્રિકેટ ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા શરૂ થઈ છે.

IND vs NZ

“વનડેમાં અક્ષર જાડેજા કરતા ઘણો આગળ” – કૈફ

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કૈફે કહ્યું કે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં અક્ષર પટેલની સિક્સર મારવાની ક્ષમતા અને સ્ટ્રાઈક રેટ જાડેજા કરતા ઘણી સારી છે. તેણે સવાલ ઉઠાવ્યો કે ઓક્ટોબર 2025 પછી અક્ષર વનડે ટીમમાંથી કેમ ગાયબ છે? કૈફના મતે, જાડેજા સતત ફ્લોપ હોવા છતાં તેને ટીમમાં રાખવામાં આવે છે, જ્યારે અક્ષરને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે.

IND vs NZ

નીતીશ રેડ્ડીના સિલેક્શન પર પણ સવાલ

કૈફે તીખો કટાક્ષ કરતા કહ્યું કે, “ન્યુઝીલેન્ડના બેટ્સમેનો સ્પિન સામે નબળા છે, તેમ છતાં તમે અક્ષર પટેલ જેવા સ્પિનરને બહાર રાખીને નીતીશ રેડ્ડી જેવા ચોથા ફાસ્ટ બોલરને કેમ રમાડી રહ્યા છો?” તેણે સૂચન આપ્યું હતું કે જો ટીમમાં જાડેજા અને અક્ષર બંને સાથે રમે તો ટીમનું બેલેન્સ વધુ મજબૂત બની શકે છે.

IND vs NZ શ્રેણીમાં જાડેજા અને અક્ષરના આંકડાઓની સરખામણી

કૈફના દાવાને આંકડાઓ પણ મજબૂતી આપી રહ્યા છે:

IND vs NZ

ભવિષ્યનો પડકાર

આ આંકડા દર્શાવે છે કે કૈફના દાવાને મજબૂતી આપે છે. 2027 ના વનડે વર્લ્ડ કપ પહેલા ભારત પાસે હવે ગણતરીની તકો છે. આવી સ્થિતિમાં જાડેજાએ પોતાની જગ્યા સાબિત કરવી પડશે, જ્યારે અક્ષરની ફિટનેસ અને ઉપલબ્ધતા પસંદગીકારો માટે મહત્વની રહેશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ જાહેર, દેવજીત સૈકિયાએ પસંદ કર્યા 15 ખેલાડીઓ

આ પણ વાંચો: IND vs NZ 3rd ODI/ ભારતનો ધબડકો, ત્રીજી વન ડે માં હાર બાદ બનાવ્યો શરમજનક રેકોર્ડ

આ પણ વાંચો: વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટીમની વિજેતા રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત