Ahmedabad News/ અમદાવાદમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક લાખનો મુદ્દામાલ કબજે

મેફેડ્રોન ડ્રગ્સ (Drugs) સાથે એક શખ્સની ધરપક઼ડ કરતી સ્ટેટ મોનીટરિંગ સેલ

Gujarat Ahmedabad
Drugs

Ahmedabad News : અમદાવાદના સિંધુભવન રોડ પરથી પોલીસે માહિતીને આધારે એક શખ્સની ધરપકડ કરીને તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (Drugs)સાથે રૂ.1,02,850નો મુદ્દામાલ કબજે કર્યો છે.

સ્ટેટ મોનીટરિંગ સેલ(SMC)ની ટીમને માહિતી મળી હતી કે સિંધુભવન રોડ પર નંદીગ્રામ ક્રોસ રોડ એચ.કે.ટી સ્ટોલ નજીક એક શખ્સ નશીલા પદાર્થના જથ્થા સાથે આવવાનો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે આકીબ મોહંમદ ઈદરીશ કુરેશીની ધરપકડ કરી હતી. સરસપુરમાં રહેતા આકીબ કુરેશી પાસેથી પોલીસે રૂ.22,200 ની કિંમતનો 7 ગ્રામ 400 મિલીગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (Drugs)નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ડ્રગ્સ તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ.1,02,850 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ડ્રગ્સ (Drugs) પેડલરો પર પોલીસની નજર

આરોપી ડ્રગ્સ (Drugs) નો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.SMC દ્વારા અમદાવાદના સિંધુભવન રોડ વિસ્તારમાં આવેલા ટી સ્ટોલ, પાન પાર્લર તથા કેફે જેવી જગ્યાઓ કે જ્યાં ડ્રગ્સ (Drugs) ની પ્રવૃતિ સાથે સંકળાયેલા પેડલરો તથા ડ્રગ્સનો નશો કરનારા શખ્સોની વધુ હાજરી હોય છે તેવી શંકાસ્પદ જગ્યાઓ પર સતત વોચ રાખી અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  નવસારી નજીક ડ્રગ્સના જથ્થા સાથે બે લાખનો મુદ્દામાલ કબજે, 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: સુરતના પોલારિસ મોલમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ‘બ્લુ ક્રિસ્ટલ’ MD ડ્રગ્સની સિક્રેટ ફેક્ટરીનો પર્દાફાશ!

આ પણ વાંચો: ગુજરાતમાં ડ્રગ્સ અભિયાન નહીં આ સામે જંગ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું સમાપન