New Delhi News/ શું ભારતને નવા ટેરિફ રોડમેપની જરૂર? GTRIનો અહેવાલ

ભારતે હવે ટુકડાકીય સુધારાઓથી આગળ વધીને નવો, વ્યાપક ટેરિફ (tariff) રોડમેપ અપનાવવાની જરૂર છે

India
Tariff

New Delhi News : વેપાર નીતિ થિંક-ટેન્ક **ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)**એ ચેતવણી આપી છે કે ભારતની વર્તમાન આયાત ટેરિફ (Tariff))અને કસ્ટમ્સ સિસ્ટમ વેપાર ખર્ચમાં વધારો કરી રહી છે, જેના કારણે સ્થાનિક ઉત્પાદન અને નિકાસ સ્પર્ધાત્મકતા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. GTRI અનુસાર, ભારતે હવે ટુકડાકીય સુધારાઓથી આગળ વધીને નવો, વ્યાપક ટેરિફ (Tariff)રોડમેપ અપનાવવાની જરૂર છે.

ઉત્પાદન અને સપ્લાય-ચેઇન વ્યૂહરચનાની સાથે સંરેખણ જરૂરી

“ભારતની આયાત ટેરિફ (Tarrif) અને કસ્ટમ્સ સિસ્ટમના આધુનિકીકરણ માટેનું બ્લુપ્રિન્ટ” શીર્ષક હેઠળ જાહેર કરાયેલા અહેવાલમાં ટેરિફ (Tariff) નીતિ, કસ્ટમ પ્રક્રિયા, નિકાસ પ્રોત્સાહન અને માનવ સંસાધન વ્યવસ્થામાં વ્યાપક સુધારાઓની ભલામણ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, આ સુધારાઓ અમલમાં મુકાય તો કસ્ટમ્સને માત્ર નિયંત્રણ આધારિત સંસ્થામાંથી વિકાસને પ્રોત્સાહન આપતી સંસ્થામાં પરિવર્તિત કરી શકાય.

$1.16 ટ્રિલિયનનો વેપાર, છતાં ચિંતા

આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતનો કુલ વેપાર $1.16 ટ્રિલિયનને વટાવી ચૂક્યો છે અને કસ્ટમ્સ ક્લિયરન્સ GDPના લગભગ 29 ટકા હિસ્સાને આવરી લે છે. GTRIએ ચેતવણી આપી છે કે વર્તમાન સિસ્ટમમાં રહેલી નાની ખામીઓ પણ સમગ્ર અર્થતંત્ર પર મોટી અસર કરે છે—ઇનપુટ ખર્ચ વધે છે, શિપમેન્ટમાં વિલંબ થાય છે અને નિકાસ ક્ષમતામાં ઘટાડો થાય છે. ખાસ કરીને ત્યારે, જ્યારે વૈશ્વિક કંપનીઓ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે નવા સપ્લાય ચેઇન હબ્સ શોધી રહી છે.

ટેરિફ (Tariff) માળખા પર ગંભીર પ્રશ્નો

GTRI અનુસાર, કસ્ટમ્સ ડ્યુટી હવે સરકાર માટે આવક વધારવાનું અસરકારક સાધન રહી નથી, છતાં તે ઉત્પાદનના નિર્ણયો પર મોટો પ્રભાવ પાડે છે.

કુલ કર આવકમાં કસ્ટમ્સ ડ્યુટીનો હિસ્સો માત્ર 6 ટકા છે

આયાત મૂલ્ય પર સરેરાશ ડ્યુટી માત્ર 3.9 ટકા છે

અહેવાલમાં એ પણ જણાવાયું છે કે ટેરિફ (Tariff) આવકનું વિતરણ અસમાન છે. કુલ આયાત મૂલ્યનો લગભગ 90 ટકા હિસ્સો ફક્ત 10 ટકા ટેરિફ લાઇન્સમાંથી આવે છે, જ્યારે બાકીની 60 ટકા ટેરિફ લાઇન્સથી માત્ર 3 ટકા જેટલી આવક થાય છે. તેમ છતાં, આ જટિલ માળખું વહીવટી અને પાલન ખર્ચમાં વધારો કરે છે.

GTRIના મુખ્ય સૂચનો

GTRIએ સરકારને નીચે મુજબના સ્પષ્ટ પગલાં લેવા સૂચન કર્યું છે:

મોટાભાગના ઔદ્યોગિક કાચા માલ અને મુખ્ય મધ્યસ્થી ઇનપુટ્સ પર શૂન્ય ડ્યુટી

આગામી ત્રણ વર્ષમાં તૈયાર ઔદ્યોગિક ઉત્પાદનો પર લગભગ 5 ટકા જેટલો એકસમાન, ઓછો ટેરિફ

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર દૂર કરવું, જેમાં ઇનપુટ્સ પર ફિનિશ્ડ પ્રોડક્ટ્સ કરતાં વધુ કર લાગે છે

દારૂ જેવા ઉત્પાદનો પર 150 ટકા સુધીની અતિશય જકાતને તર્કસંગત બનાવવી, કારણ કે તે કરચોરીને પ્રોત્સાહન આપે છે અને આવકમાં મર્યાદિત ફાયદો આપે છે

કસ્ટમ્સ સૂચનાઓમાં પારદર્શિતાની અછત

અહેવાલમાં કસ્ટમ્સ નોટિફિકેશનની જટિલ વ્યવસ્થાની પણ ટીકા કરવામાં આવી છે. ઘણા નોટિફિકેશન દાયકાઓ જૂના નિયમોમાં ફેરફાર કરે છે અને પોતે સ્વતંત્ર નથી. ઘણી વખત વેપારીઓને લાગુ પડતી ડ્યુટી સમજવા માટે સેંકડો ઓવરલેપિંગ સૂચનાઓ તપાસવી પડે છે, જેમાં સ્પષ્ટ HS કોડનો ઉલ્લેખ પણ હોતો નથી.

GTRIએ સરકારને અપીલ કરી છે કે તમામ કસ્ટમ્સ સૂચનાઓને સ્વાયત્ત અને સ્પષ્ટ બનાવવામાં આવે અને તમામ આયાત શુલ્કને એક એકીકૃત ઓનલાઈન સમયપત્રકમાં પ્રકાશિત કરવામાં આવે, જેથી પારદર્શિતા વધે અને વેપાર સરળ બને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: “કોઈપણ દબાણ હેઠળ ભારતની ઊર્જા નીતિ બદલાશે નહીં”અમેરિકાના 500% ટેરિફ બિલ પર ભારતનો કડક પ્રતિભાવ

આ પણ વાંચો: ભારત પર લાદવામાં આવેલા ટેરિફથી અમેરિકા કેટલી કમાણી કરી રહ્યું છે? ટ્રમ્પે પોતે આ વાતનો ખુલાસો કર્યો.

આ પણ વાંચો: ભારતીય ચોખા પર ટેરિફની ટ્રમ્પની ચીમકી