Entertainment News/ ‘આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા

કેનેડાના કેલગરીમાં Diljit Dosanjhના કોન્સર્ટ દરમિયાન ખાલિસ્તાનના ઝંડા લહેરાવતા સિંગર ભડક્યો હતો. તેણે અધવચ્ચે શો અટકાવીને ખાલિસ્તાન સમર્થકોને સ્ટેજ પરથી જ જડબાતોડ જવાબ આપ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Entertainment
Diljit Dosanjh

Diljit Dosanjh Canada Concert Viral Video:  ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે તેના ‘ઓરા ટુર’ દરમિયાન કેનેડાના કેલગરીમાં પરફોર્મ કરતી વખતે કંઈક એવું કર્યું કે જેની હવે ચારેકોર પ્રશંસા થઈ રહી છે. જ્યારે કેટલાક લોકોએ કોન્સર્ટમાં ખાલિસ્તાન સમર્થક ઝંડા લહેરાવ્યા, ત્યારે દિલજીતે સંગીત રોકીને સ્ટેજ પરથી જ તે પ્રદર્શનકારીઓને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી.

Diljit Dosanjh

‘મારું કામ ચેરિટી નથી, પંજાબ માટે પ્રેમ છે’

વીડિયોમાં જોવા મળે છે કે દિલજીત આ મામલે ખૂબ જ ગંભીર હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

માત્ર મનોરંજનનો હેતુ: દિલજીતે કહ્યું કે આ કોન્સર્ટનો હેતુ માત્ર મ્યુઝિક અને એન્ટરટેઈનમેન્ટ છે, રાજકીય વિવાદો ઊભા કરવાનો નહીં.

દરેક પ્લેટફોર્મ પર પંજાબની વાત: તેણે ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે તે જ્યાં પણ જાય છે, પંજાબ વિશે ગર્વથી વાત કરે છે. તે ‘ધ ટુનાઈટ શો’માં જિમી ફેલન સામે પણ પંજાબના મુદ્દાઓ ઉઠાવવા જ ગયો હતો.

KBC નું દાન: વર્ષ 2025 માં જ્યારે દિલજીત ‘કૌન બનેગા કરોડપતિ’માં આવ્યો હતો, ત્યારે તેણે જીતેલી રકમ પંજાબના પૂર પીડિતોને દાન કરી હતી.

Diljit Dosanjh

‘ઝંડા બતાવવા હોય તો બતાવતા રહો’ : Diljit Dosanjh

દિલજીતે (Diljit Dosanjh) સણસણતો જવાબ આપતા કહ્યું કે, “હું પંજાબ અને તેના મુદ્દાઓને દુનિયા સામે લાવ્યો છું જેથી નેશનલ મીડિયા પણ તેના પર ધ્યાન આપે. જો તમને હજુ પણ હું કોઈની સામે બેસું તેનાથી વાંધો હોય, તો જેટલા ઝંડા બતાવવા હોય એટલા બતાવતા રહો, મને કોઈ ફરક નથી પડતો.”


આ પણ વાંચો:  અલ્લુ અર્જુન લેશે 125 કરોડ જ્યારે દીપિકાને મળશે માત્ર 25 કરોડ, 700 કરોડની ફિલ્મ ‘રાકા’નું બજેટ સાંભળી ચોંકી જશો

આ પણ વાંચો:  બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ

આ પણ વાંચો:  મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન