Bollywood Support for Rahul Roy: 90 ના દાયકાની સુપરહિટ ફિલ્મ ‘આશિકી’ થી રાતોરાત સ્ટાર બનેલા અભિનેતા રાહુલ રોય અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બન્યા છે. હકીકતમાં, રાહુલ રોય એક કન્ટેન્ટ ક્રિએટર સાથે કેટલીક રીલ્સમાં જોવા મળ્યા હતા, જેને લઈને લોકોએ તેમનો મજાક ઉડાવ્યો હતો. આ ટ્રોલિંગથી પરેશાન થઈને રાહુલે એક ઈમોશનલ નોટ શેર કરી વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.
Rahul Royનો સણસણતો જવાબ
રાહુલ રોયે ઇન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ કર્યું કે તે કોઈની દયાના મહોતાજ નથી:
સંઘર્ષની વાત: રાહુલે લખ્યું કે, “હું મારું કામ ઈમાનદારીથી કરું છું. મારે જૂના કાનૂની કેસના ખર્ચ ઉઠાવવાના છે, જે 2020 માં મને આવેલા બ્રેઈન સ્ટ્રોક પહેલાના છે.”
મદદની ટકોર: તેણે ટ્રોલર્સ પર કટાક્ષ કરતા કહ્યું કે જો તમને ખરેખર મારી ચિંતા હોય, તો મને કોઈ સારું અને સન્માનજનક કામ અપાવવામાં મદદ કરો જેથી હું મારા દેવા ચૂકવી શકું.
એક્ટિવ રહેવાની જરૂર: ડૉક્ટરોએ રાહુલને બ્રેઈન સ્ટ્રોક પછી મગજને સક્રિય રાખવા માટે કામ કરતા રહેવાની સલાહ આપી છે. તેણે કહ્યું, “જ્યાં સુધી જીવતો છું, કામ કરવા માંગુ છું. તમે મને તોડી નહીં શકો.”
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ
રાહુલની આ હિંમત જોઈને બોલિવૂડના દિગ્ગજ કલાકારો તેની વહારે આવ્યા છે:
અનુપમ ખેર: “તમે સર્વશ્રેષ્ઠ છો!” કહી પ્રોત્સાહન આપ્યું.
સોનુ સૂદ: “કીપ રોકિંગ બ્રધર” લખીને સાથ આપ્યો.
ફરાહ ખાન અને અર્ચના પુરણ સિંહ: રાહુલે (Rahul Roy) જે ગમે છે તે કરવા બદલ તેની પ્રશંસા કરી અને તેને શુભકામનાઓ પાઠવી.
રાહુલ રોય (Rahul Roy) અત્યારે ફરીથી પોતાની ઓળખ સ્થાપિત કરવા અને જીવનની લડાઈ જીતવા માટે સખત મહેનત કરી રહ્યા છે, જે ખરેખર પ્રેરણાદાયી છે.
આ પણ વાંચો: આ મ્યુઝિક શો છે, કોઈ પોલિટિકલ અખાડો નહીં’ – કેનેડામાં દિલજીતે ખાલિસ્તાનીઓને સ્ટેજ પરથી ખખડાવ્યા
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન


