india news/ કેરળના સીએમ પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પરથી ‘Chief Minister’ હટાવ્યું, જુઓ શું લખ્યું બાયોમાં

કેરળના મુખ્યમંત્રી Pinarayi Vijayanએ ચૂંટણી પરિણામો પહેલા સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવી દીધો છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસના UDF ની જીતની આગાહી વચ્ચે આ મોટો ફેરફાર.

Top Stories NATIONAL India
Pinarayi Vijayan Bio Change

Pinarayi Vijayan Bio Change: કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ રાજ્યના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પોતાના સોશિયલ મીડિયા બાયોમાંથી ‘મુખ્યમંત્રી’ (Chief Minister) શબ્દ હટાવી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. આવતીકાલે એટલે કે 4 મેના રોજ પરિણામ જાહેર થવાના છે, તે પૂર્વે વિજયનનો આ નિર્ણય સત્તા પરિવર્તનના સંકેત હોવાનું મનાઈ રહ્યું છે.

Pinarayi Vijayan : બાયોમાં હવે માત્ર પક્ષનું પદ

પિનરાઈ વિજયનના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર અત્યાર સુધી ‘કેરળના મુખ્યમંત્રી’ તરીકેની ઓળખ હતી, જે હવે બદલાઈ ગઈ છે. તેમના નવા બાયોમાં હવે માત્ર ‘પોલિત બ્યુરો સભ્ય, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)’ લખેલું દેખાઈ રહ્યું છે. પરિણામના ગણતરીના કલાકો પહેલા જ આ ફેરફાર થતા વિપક્ષોમાં પણ ચર્ચાઓ તેજ બની છે. જોકે, આ બાબતે CPIM પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એક્ઝિટ પોલમાં LDF ને ફટકો

કેરળમાં આ વખતે સત્તાધારી ડાબેરી લોકશાહી મોરચા (LDF) માટે રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે, કારણ કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને બહુમતી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ LDF ની બેઠકોમાં મોટા ઘટાડાનું અનુમાન છે, જ્યારે UDF સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં વાપસી કરે તેવા સંકેતો મળી રહ્યા છે અને બીજી તરફ ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને મર્યાદિત સફળતા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

શું વિજયન ત્રીજી વખત જીતશે?

પિનરાઈ વિજયન પોતે પોતાની પરંપરાગત બેઠક ધર્મદમ પરથી ચૂંટણી લડ્યા છે. વર્ષ 2016 અને 2021 માં તેઓ આ બેઠક પરથી જંગી મતોથી વિજેતા થયા હતા. પરંતુ આ વખતે એન્ટી-ઇન્કમ્બન્સી અને એક્ઝિટ પોલના આંકડાઓએ તેમની ચિંતા વધારી હોય તેમ લાગે છે.

આવતીકાલે 5 રાજ્યોના પરિણામ

આવતીકાલે 4 મેના રોજ કેરળની સાથે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ અને પુડુચેરીમાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે. આખા દેશની નજર આ પાંચ રાજ્યોના પરિણામો પર છે, ત્યારે પિનરાઈ વિજયનના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં થયેલા ફેરફારે કેરળમાં ‘પરિવર્તન’ નક્કી હોવાની ચર્ચાને હવા આપી છે.


આ પણ વાંચો:બિહાર વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થવાની તૈયારીમાં

આ પણ વાંચો:મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા અજીત પવાર જૂથને ઝટકો, NCP નેતાની થઈ હત્યા

આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં અંતર કાપ્યું, શું વિધાનસભાની ચૂંટણીમાં પણ તેજસ્વી પાર કરશે અંતિમ રેખા?