Gujarat Weather Forecast: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. આ વર્ષે માત્ર મહાનગરો જ નહીં, પરંતુ ગીર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ તાપમાન પારો ઉચકાઈ રહ્યો છે. અમરેલી અને જૂનાગઢ જેવા વિસ્તારો, જ્યાં અગાઉ ગરમી ઓછી અનુભવાતી હતી, ત્યાં પણ હવે મહાનગરો જેવી ભયાનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી.
Weather : તાપમાન 43 ડિગ્રીને પાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. વધતી જતી ગરમીને જોતા અમદાવાદમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્ય શહેરોનું તાપમાન:
સુરેન્દ્રનગર: 43.5 ડિગ્રી (રાજ્યનું સૌથી ગરમ શહેર)
અમદાવાદ: 43.2 ડિગ્રી
રાજકોટ: 43.0 ડિગ્રી
ગાંધીનગર: 41.0 ડિગ્રી
સૌરાષ્ટ્રમાં ઉકળાટ અને ગરમીનું બેવડું આક્રમણ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભેજવાળા વાતાવરણને કારણે અસહ્ય ઉકળાટ રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી પંથકમાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાં અને એસીનો સહારો લઈ રહ્યા છે.
હીટસ્ટ્રોકથી બચવા શું કરવું?
ગરમીની તીવ્રતા વધતા આરોગ્ય વિભાગ અને ડોક્ટરોએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે:
પાણીનો પુષ્કળ ઉપયોગ: શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે વધુમાં વધુ પાણી, છાશ અને લીંબુ શરબત પીવો.
બપોરે બહાર નીકળવાનું ટાળો: ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન જવું.
સુતરાઉ કપડાં: બહાર જતી વખતે હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને માથું ઢાંકીને રાખવું.
ખોરાકમાં કાળજી: તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળીને હળવો ખોરાક લેવો.
આ પણ વાંચો:અમદાવાદમાં 44 ડિગ્રી ગરમી છતાં સિગ્નલ ચાલુ, વાહનચાલકો ધોમધખતા તાપમાં શેકાયા
આ પણ વાંચો:ગુજરાતના 10 શહેરોમાં પારો 40 ને પાર, અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
આ પણ વાંચો:રાજકોટમાં કાળઝાળ ગરમીનો કહેર, હીટસ્ટ્રોકથી છેલ્લા 48 કલાકમાં 2 મોત
