Rajkot News: રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચતાં હીટસ્ટ્રોકના (Heatstroke) કેસોમાં ભારે વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં બે લોકોના મોત થયા છે, જેમાં મેટોડા GIDCમાં એક કામદાર અને બેડી નાકા વિસ્તારમાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે.મેટોડા GIDC વિસ્તારના એક કારખાનામાં કામ કરતા શ્રમિક શૈલેષ બારીયા બાઇક પરથી અચાનક પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. ડોક્ટરોએ મોતનું કારણ હીટસ્ટ્રોક જણાવ્યું છે.

મેટોડા GIDCમાં કામદારનું મોત
બેડી નાકા વિસ્તારમાં રહેતા કલ્પેશ વ્યાસનું પણ હીટસ્ટ્રોકના (Heatstroke) કારણે મોત થયું છે. આ બંને ઘટનાઓએ શહેરમાં ગરમીના કહેરને વધુ ઉજાગર કર્યો છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન 42થી 44 ડિગ્રી વચ્ચે રહ્યું છે. બપોરે 22 કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાતી હોવાથી લોકો ઘરમાં પુરાઈ ગયા છે. હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને અન્ય ગરમી સંબંધિત તકલીફોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

બેડી નાકા વિસ્તારમાં પણ 1 મોત
ગરમીના વધતા પ્રકોપને જોતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો ખાસ હીટસ્ટ્રોક વોર્ડ (Heatstroke) શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ત્રણ મેડિકલ ઓફિસરો અને 10ના સ્ટાફ સાથે ORS, IV ફ્લુઇડ્સ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલ તંત્રે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપી છે.હવામાન વિભાગ અનુસાર મે મહિના દરમિયાન ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં હીટવેવના દિવસો વધુ રહેવાની શક્યતા છે. રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને વધુ અસુવિધા થઈ રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, આજે પણ 40 ડિગ્રીને પાર તાપમાન
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં 43°C ગરમી વચ્ચે વીજ પુરવઠો બંધ, 3 ગામના લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે, આગામી 5 દિવસ આકરી લૂ વાવાની શક્યતા
