કેશોદ/ મધુસુદનનગરમાં યુવતી પર ચાર મહિલાઓ એ હુમલો કરતાં પોલીસ ફરિયાદ

હુમલાખોર મહિલાનો પતિ ગુમ થયેલ હોય આક્ષેપ કરી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું.

Gujarat Others
કેશોદના

જૂનાગઢ કેશોદના મધુસૂદનનગર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ઘરે સવારે ચાર મહિલાઓ આવીને લાકડી વડે હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં તાત્કાલિક સારવાર માટે ઈમરજન્સી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

કેશોદના વેરાવળ રોડ પર આવેલ પોતાના ઘરે યુવતી હોય દરવાજો ખટખટાવી ઘરમાં ઘૂસી જઈને ચારેય મહિલાઓ એ શ્રમિક યુવતી અને તેની માતાને માર મારી માથાનાં વાળ ખેંચી કાઢી લેતાં ઈજાગ્રસ્ત થયા હતા.

કેશોદની શ્રમિક યુવતી હીનાબેન રમેશભાઈ બલદાણીયા ખાનગી કારખાનામાં કામ કરતાં હોય ત્યાં જ કામ કરતો અન્ય દિલીપ નામનો શખ્સ નાસી જતાં તેઓનાં પરિવારજનોએ મદદગારી કરી હોવાનો આક્ષેપ કરી હુમલો કર્યો હતો.

કેશોદની શ્રમિક માતા પુત્રીને ઘરે પહોંચી હુમલો કરનાર મહિલાઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયેલ છે. કેશોદ પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત શ્રમિક યુવતી ની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળેદહાડે ઘરમાં ઘૂસી હુમલો કરવાની ઘટના બનતાં શ્રમિક પરિવાર ભયભીત બની ગયેલ છે.

આ પણ વાંચો:ધ વંદે ભારત એક્સપ્રેસ એક એવી ટ્રેન જે એન્જીન વગર ચાલે છે, અમદાવાદ – મુંબઈ વચ્ચે દોડશે

આ પણ વાંચો:  મંતવ્યના વાંચકોની હૈયા વરાળ, હાર્દિક ને ટિકિટ મળશે તો ભાજપને…

આ પણ વાંચો:રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ફરજ પુરી કરી ઘરે જઈ પીધી દવા, જાણો કેમ કર્યું આવું…