Bhavnagar News/ ભાવનગરમાં માતા અને ભાઈએ કરી બહેનની હત્યા કરી

ભાવનગરમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. માતા અને સગા ભાઈએ બહેનની હત્યા કરી છે. ઘરના આંગણે હત્યા કરી મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો છે. ભોખડા ગામે માતાપુત્રએ હત્યાને અંજામ આપ્યો છે. તેઓએ બહેનની હત્યા ઘરના આંગણે કરી નાખી હતી અને તેનો મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધી હતી.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. માતા અને સગા ભાઈએ બહેનની હત્યા કરી છે. ઘરના આંગણે હત્યા કરી મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધો છે. ભોખડા ગામે માતાપુત્રએ હત્યાને અંજામ આપ્યો છે. તેઓએ બહેનની હત્યા ઘરના આંગણે કરી નાખી હતી અને તેનો મૃતદેહ ચેકડેમમાં ફેંકી દીધી હતી.

ભોખડા ગામે માતાપુત્રએ હત્યાને અંજામ આપ્યો છે. વરતેજ પોલીસે માતાપુત્રની તરત જ ધરપકડ કરી હતી. યુવતીની હત્યા માતા દયાબેન અને ભાઈ પ્રકાશે અત્યંત ક્રૂરતાથી કરી હતી. પિતા હિંમતભાઈએ વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વરતેજ પોલીસે માતાપુત્રને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી અન્ય ઇસમ સાથે વાત કરતી હતી.

આ જ કારણસર કુટુંબમાં ભારે નારાજગી હતી. કુટુંબીઓ તેના આ યુવક સાથે વાતચીત કરવાના કારણે નારાજ હતા હોવાનું મનાય છે. તેને આ અંગે વારંવાર સમજાવવામાં પણ આવી હતી, પણ તે માનતી ન હતી. તેના કારણે તેના માતાપિતા અને ભાઈ નારાજ હતા. તેમા પણ માતા અને ભાઈ ખૂબ જ નારાજ હતી. તેઓએ આ જ નારાજગીના કારણે તેની હત્યા કરી હોવાનું પોલીસ માને છે.

આ અંગે સ્થાનિક પોલીસનું માનવું છે કે પારિવારિક વિવાદ છેવટે હત્યામાં પરિણમ્યો છે. મૃતક યુવતીને અંદાજ પણ નહીં હોય કે તેની માતા અને તેનો ભાઈ આવી બાબત માટે તેની હત્યા કરી નાખશે. પણ આજે આ ક્રૂર અને દુઃખદ બનાવ બન્યો છે. આના કારણે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું છે. યુવતીના પિતા પણ ચોંકી ઉઠ્યા છે, તેઓ પણ તેનાથી નારાજ હતા પરંતુ તે કંઈ તેની હત્યા કરવા માંગતા ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરના ગારિયાધારમાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ

આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરના જાણીતા સર્જન ડો. રાજેશ રંગલાણીની આત્મહત્યાથી ચકચાર

આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરમાં ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાહી, ફાયર બ્રિગેડ અને સ્થાનિક કામે લાગ્યા…….