દેશની અર્થવ્યવસ્થાને નોટબંદી અને જીએસટી લાગુ કરવાનાં કારણે માંઠી અસર પડી હતી. પીએમ મોદીનાં મતે ભ્રષ્ટાચાર અને કાળાનાણાંને નાબૂદ કરવા આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પરંતુ દેશમાં તેની વિપરીત અસર જોવા મળી હતી. છેલ્લા પાંચ વર્ષમાં દેશનાં આર્થિક વિકાસની વાત કરવામાં આવે તો તે વધુમાં વધુ 8.2 ટકા રહ્યુ છે. પરંતુ જો બીજી તરફ દેશનાં સાંસદોની વાત કરીએ તો તેમનો આર્થિક વિકાસ ઘણો થયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં સાંસદોની સંપત્તિમાં 41 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સહિત દરેક પક્ષનાં સાંસદોનો સમાવેશ છે.

છેલ્લા પાંચ વર્ષમા અર્થવ્યવસ્થાનો પાયો ડામાડોર થયો હોવાનું રાજનીતિક પંડિતોનું માનવુ છે. દેશનાં વિકાસની વાતો મોટા પાયે થતી રહી છે પરંતુ શું ખરેખર દેશનો વિકાસ થયો છે? એસોસિએશન ફોરડેમોક્રેટીક રિફોર્સ(એડીઆર)ની રિપોર્ટ અનુસાર, લોકસભા ચુંટણી લડી રહ્યા 338માંથી 335 તાજેતર સાંસદોની સરેરાંશ સંપત્તિ 23.65 કરોડ રૂપિયા છે. વર્ષ 2014માં તાજતરનાં સાંસદોની સંપત્તિ 16.79 કરોડ રૂપિયા હતી. જે પાંચ વર્ષમાં સાંસદોની સરેરાંશ સંપત્તિ વધીને 6.86 કરોડ રૂપિયા છે. એડીઆર એ 17મી લોકસભા ચુંટણીનાં 8,049માંથી 7928 ઉમેદવારોનાં સોગંદનામાનું વિશ્લેષણ કર્યુ છે. જેમા 29 ટકા સાંસદોની સંપત્તિ 1 કરોડથી વધુ છે. ભાજપ પાર્ટીની વાત કરીએ તો 79 ટકા, કોંગ્રેસનાં 71 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જ્યારે બસપાનાં 17 અને સપાનાં 8 ઉમેદવાર કરોડપતિ છે. લોકસભા ચુંટણીનો છેલ્લુ ચરણ બાકી છે ત્યારે આવનારા સમયમાંં આ નેતાઓ દેશનો વિકાસ કરે છે કે પોતાનો તે જોવુ રહ્યુ.
