Karnataka News/ કર્ણાટકમાં ગણેશ વિસર્જન યાત્રા પર પથ્થરમારો,તલવારો અને કાચની બોટલોથી હુમલો ટોળાએ દુકાનો અને વાહનો ફૂંકી માર્યા; 15 પોલીસકર્મી ઘાયલ

હિન્દુ સમુદાયે પોલીસ સ્ટેશન આગળ ગણેશ મૂર્તિને અટકાવી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

Top Stories India

Karnataka News : બુધવારે રાત્રે કર્ણાટકના માંડ્યાના નાગમંગલામાં ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના રાત્રે 8 વાગ્યે બની હતી. મૈસૂર રોડ પર દરગાહ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી હિન્દુઓએ પણ પ્રદર્શન કર્યું. આ વિસ્તારની કેટલીક દુકાનો અને ત્યાં પાર્ક કરેલાં વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

કન્નડ ન્યૂઝ ચેનલો અનુસાર, નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, પથ્થરમારા સિવાય સરઘસ પર તલવારો, સળિયા અને બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 15 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. તલવારો અને જ્યૂસની બોટલો વડે હુમલો, 15 પોલીસ કર્મચારીઓ ઘાયલ કન્નડ ન્યૂઝ ચેનલો અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, યાત્રા પર પથ્થરમારા ઉપરાંત તલવારો, પાઈપો અને જ્યૂસની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે 15 પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

52 લોકોની અટકાયત, કલમ 163 લાગુ હિન્દુ સમુદાયે પોલીસ સ્ટેશન આગળ ગણેશ મૂર્તિને અટકાવી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગયા વર્ષે પણ બદરીકોપ્પલમાં મૈસૂર રોડ પર આ જ દરગાહની સામે હોબાળો થયો હતો.આ વિસ્તારમાં 3 દિવસ માટે BNSની કલમ 163 (તે CrPCમાં કલમ 144 હતી) લાગુ કરવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે ગુરુવારે બંધનું એલાન આપ્યું છે.

ઘટના બાદ પોલીસે બંને પક્ષના 52 લોકોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તેમની પૂછપરછ કરી રહી છે. અહીં કલેક્ટરે આજે નાગમંગલામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.યુપીના લખનૌમાં ગણેશ પૂજા પંડાલ પર કેટલાક યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આરતી સમયે 20-25 જેટલા યુવાનો આવ્યા હતા. થોડી જ વારમાં તેમણે પથ્થરમારો કરવાનું શરૂ કર્યું. પથ્થરમારો કરવાને કારણે ભગવાન ગણેશનો કળશ તૂટી ગયો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ નાસી ગયા હતા. આ પછી રોષે ભરાયેલાં ટોળાંએ ચિનહાટ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓએ મુશ્કેલીથી ભીડને શાંત કરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રથમ ઘટના, 8 સપ્ટેમ્બર: સુરતમાં ગણેશ પંડાલ પર 6 યુવકોએ પથ્થરમારો કર્યો.

ગુજરાતમાં 8 સપ્ટેમ્બરની રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો. 6 યુવકોએ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે તમામની ધરપકડ કરી હતી. આ પછી આરોપીનાં પરિવારજનોએ સેંકડો લોકો સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.મોડી રાત સુધી આ વિસ્તારમાં ભારે હિંસા ચાલી હતી. પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ પણ છોડ્યા. આ કેસમાં 33 લોકોની અટકાયત કરવામાં આવી છે. સરકારે આરોપીઓ સામે કાર્યવાહી કરી. સોમવારે અનેક આરોપીઓનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મધ્યપ્રદેશના રતલામમાં, શનિવાર 7 સપ્ટેમ્બરની રાત્રે, 500થી વધુ લોકોએ સ્ટેશન રોડ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને ગણેશ મૂર્તિની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવાનો આરોપ લગાવીને રસ્તો પણ બંધ કરી દીધો હતો. તેમની માંગણી પર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી અને તપાસ કરવા પહોંચી. પોલીસની પાછળ આવેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પથ્થરમારો શરૂ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈ પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ટીયર ગેસના શેલ પણ છોડવા પડ્યા હતા. હંગામો અને પ્રદર્શન રાત્રે લગભગ 8:30 વાગ્યે શરૂ થયું અને લગભગ 12 વાગ્યે સમાપ્ત થયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટક હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી,”બાળકોને સો. મીડિયાની લત લાગી રહી છે”

આ પણ વાંચો:બેંગલુરુના ઈદગાહ મેદાનમાં ઉજવાશે ગણેશ ચતુર્થી, કર્ણાટક હાઈકોર્ટે શરતો સાથે આપી મંજૂરી

આ પણ વાંચો:હિજાબ વિવાદઃ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, 9 મહિનાથી ચાલી રહ્યો છે