Mumbai News/ મુંબઈ કુર્લામાં ક્રેન રેલવેના OHE વાયર પર ખાબકી, 8 લોકો ઘાયલ

કુરેશી નગર વિસ્તારમાં બાંધકામ દરમિયાન એક JCB ક્રેન અચાનક કાબૂ બહાર જઈ રેલવેના ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) પર ખાબકી (Crane Accident)હતી

Top Stories Mumbai News India
કુરેશી નગર વિસ્તારમાં બાંધકામ દરમિયાન એક JCB ક્રેન અચાનક કાબૂ બહાર જઈ રેલવેના ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) પર ખાબકી (Crane Accident)હતી

Mumbai News : મુંબઈ (Mumbai)ના કુર્લામાં શુક્રવારે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કુરેશી નગર વિસ્તારમાં બાંધકામ દરમિયાન એક JCB ક્રેન અચાનક કાબૂ બહાર જઈ રેલવેના ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) પર ખાબકી (Crane Accident)હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા.

ક્રેન અકસ્માત (Crane Accident)માં 8 લોકો ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, કુર્લા અને ટ્રોમ્બે (Trombay)વચ્ચેના રૂટ પર રાત્રે આશરે 2:30 વાગ્યે આ ઘટના બની હતી. MMRDAના બાંધકામ કાર્ય દરમિયાન JCBને ખસેડવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ક્રેનનું સંતુલન ગુમ થતાં તે પલટી ગઈ અને નજીકના રેલવે ટ્રેક તથા ઓવરહેડ વાયર પર પડી હતી.

રેલવે વાયર (Railway Wire) પર પડી ક્રેન

ક્રેન રેલવેના OHE પર પડતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતનો મોટો અવાજ સાંભળીને સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રૂટ મુખ્યત્વે માલગાડીઓ માટે ઉપયોગમાં લેવાય છે. જેના કારણે મુસાફર ટ્રેન સેવા પર કોઈ મોટી અસર થઈ નથી. જોકે, ટ્રોમ્બે તરફ માલગાડીઓની અવરજવર પર અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલ (Hospital)માં 8 ઘાયલોની સારવાર

અકસ્મતમાં ઘાયલ થયેલા 8 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 લોકોને કુર્લા ભાભા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

હાલ તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. કોઈને ગંભીર ઈજા થઈ નથી.

MMRDAના કામ દરમિયાન બની ઘટના

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત MMRDA દ્વારા ચાલી રહેલા બાંધકામ કાર્ય દરમિયાન થયો હતો. ક્રેન સંબંધિત કામગીરી દરમિયાન કાબૂ ગુમાવવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનાને લઈને સંબંધિત વિભાગો દ્વારા તપાસ અને કામગીરી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો :કંડલા પોર્ટમા 2 દુર્ઘટના બની, તરતી જેટી દરિયામાં ગરકાવ થઈ, અને જેટી નં. 7 ક્રેનમાં આગ ભભૂકી, પોર્ટ પ્રશાસનમાં મચી દોડધામ

આ પણ વાંચો : અમદાવાદના ક્રેન ધરાશાઈ મામલે રદ કરાયેલી તમામ ટ્રેન રાબેતા મુજબ શરૂ

આ પણ વાંચો : સુરતમાં ક્રેન તૂટી પડતા શ્રમિકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત