Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના વટવા (Vatava)માં બુલેટ ટ્રેનની (Bullet Train) કામગીરી દરમિયાન ક્રેન ધરાશાયી થતાં ટ્રેન કેન્સલ થઈ હતી. કેન્સલ થયેલી તમામ ટ્રેનો હવે રાબેતા મુજબ શરુ થઈ છે. અમદાવાદથી મુંબઈ જતી તમામ ટ્રેનો રદ્દ કરાઈ હતી. આજે સવારે 4.41 મિનિટે ટ્રેકને ક્લિયરન્સ અપાયો હતો. સવારે 5.45 કલાકે પ્રથમ ટ્રેન ટ્રેક પર રવાના થઈ હતી. બીજી ગાડી ગોરખપુર-અમદાવાદ પણ રવાના થઈ હતી. યુદ્ધનાં ધોરણે કામગીરી કરતા તમામ ટ્રેનો ફરીથી ચાલુ થઈ ગઈ છે.

રવિવાર રાત્રે બુલેટ ટ્રેન (Bullet Train)ની કામગીરી દરમિયાન અમદાવાદ (Ahmedabad)ના વટવા (Vatva) હાથીજણ વિસ્તારમાં રોપર બ્રિજ (Ropar bridge ) પાસે અચાનક એક મોટી ક્રેન (Crane) તૂટી જતાં આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે પશ્ચિમ રેલ્વે (Western Railway)એ કેટલીક ટ્રેન ડાયવર્ટ (Divert) કરાઈ હતી.

અમદાવાદમાં બુલેટ ટ્રેનના થાંભલા પર મૂકેલી ક્રેન કોઈ કારણોસર અચાનક પડી જતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ બાબતની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ બાબતની જાણ નેશનલ હાઈ સ્પીડ રેલ્વે ઓથોરિટી (National High speed Railway Authority)ના અધિકારીઓને પણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો હતો, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો (Train) રદ કરવામાં આવી હતી. 5 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે 6 ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી. વડોદરા સ્ટેશન પર મુસાફરો માટે તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક (Help Desk) શરૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેના રેલ ટ્રાફિક પર અસરને કારણે, રેલ્વે વિભાગે અમદાવાદ, સાબરમતી, વિરમગામ મહેસાણા, ગાંધીધામ અને પાલનપુર રેલ્વે સ્ટેશનોના રેલ્વે હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દુર્ઘટના મામલે કેટલીક ટ્રેનો કરાઈ ડાયવર્ટ
આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ આશમાને, જાણો 10 તસવીરોમાં સંપૂર્ણ અપડેટ
આ પણ વાંચો:મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના કામ સંદર્ભે રેલવે મંત્રીએ આપી મોટી અપડેટ
