રાજકોટ,
રાજકોટમાં વિવાદીત ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ બુટ પહેરીને માતાજીના દર્શન કર્યા હતાં..નવલી નવરાત્રિના પ્રથમ નોરતામાંજ અરવિંદ રૈયાણીનો બુટ પહેરીને દર્શન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.
આ પૂર્વે પણ અરવિંદ રૈયાણી દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ થયેલા છે અને આ ધમકીને કારણે વરરાજા સાથેની જાન મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે કોર્પોરેશનની કચેરીએ જાનૈયાઓ પહોંચ્યા હતાં.
ચૂંટણી પૂર્વે પણ બળજબરીપૂર્વક પોતાના મતવિસ્તારમાં દુકાનમાં ઘૂસી દુકાનદારને માર મારવામાં આવ્યો હતો ત્યારે પણ અરવિંદ રૈયાણીએ પાયાવિહોણી વાત કરી ભીનું સંકેલવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. થોડા દિવસ પૂર્વે તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ વાપરવા મામલે થયેલ બબાલમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું આમ વિવાદોનું બીજું નામ એટલે જ અરવિંદ રૈયાણી.
