અલવિદા/ અંતિમ યાત્રા તરફ CDS બિપિન રાવત, સેના આપશે 17 તોપોની સલામી

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ 13 લોકોનાં અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.

Top Stories India
અંતિમ યાત્રા તરફ રાવત

તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત તમામ 13 લોકોનાં અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. જનરલ રાવત અને તેમના પત્નીનાં અંતિમ સંસ્કાર આજે બપોરે દિલ્હી કેન્ટમાં કરવામાં આવશે. અગાઉ તેમના મૃતદેહોને ઘરે મોકલવામાં આવ્યા છે, જ્યાં સામાન્ય લોકો પણ અંતિમ દર્શન કરી શકશે.

આ પણ વાંચો – અલવિદા / અંતિમ સફર પર વીર સપૂત, રાજધાની દિલ્હીમાં થશે અંતિમ સંસ્કાર

આપને જણાવી દઇએ કે, જનરલ બિપિન રાવતને 17 તોપોની સલામી આપવામાં આવશે અને અંતિમ સંસ્કાર વખતે સેનાનાં 800 જવાનો હાજર રહેશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી જનરલ રાવત અને તેમના પત્નીનાં મૃતદેહને તેમના પરિવાર, મિત્રો અને જનતાનાં અંતિમ દર્શન માટે તેમના દિલ્હીનાં ઘરે રાખવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતનાં મૃતદેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અંતિમ યાત્રા 2 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે જ્યારે અંતિમ સંસ્કાર 4 વાગ્યે બરાર સ્ક્વેર સ્મશાન ગૃહમાં નક્કી કરવામાં આવેલ છે.

વળી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દેશનાં ઉચ્ચ સૈન્ય અધિકારીઓએ ગુરુવારે પાલમ એરપોર્ટ પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી, રક્ષા સચિવ અજય કુમાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં સામેલ હતા.

આ પણ વાંચો – નિયુક્તિ / કોણ બની શકે છે દેશનાં નવા CDS? આ નામ છે મોખરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને સશસ્ત્ર દળોનાં અન્ય જવાનોને મારી શ્રદ્ધાંજલિ. ભારત તેમના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. વળી, પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારનાં સભ્યો પણ હાજર હતા. વડાપ્રધાન મોદી આ અવસરે મૃતકોનાં પરિવારજનો પાસે ગયા અને તેમની સાથે થોડીવાર વાત કરી હતી.