Vav-Tharad News: વાવથરાદમાં ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આગથળા પોલીસે કારમાંથી પોષડોડા જપ્ત કર્યા છે. થાર ગાડીમાંથી 358.7 કિલો પોષડોડા જપ્ત કરવામાં આવ્યા છે. 53.81 લાખના માદક પદાર્થ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 63.71 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. ચિત્રોડા નજીક કાર નીલ ગાય સાથે અથડાતા આ ભાંડો ખૂલ્યો હતો. અકસ્માત બાદ બંને શખ્સો ગાડી મૂકી થરાર થઈ ગયા હતા, જેના પગલે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વાવ થરાદમાં માદક પદાર્થોના વધી રહેલા દૂષણે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.
આ અગાઉ થોડા સમય પૂર્વે અરવલ્લીના ધનસુરામાંથી પોષડોડાના મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેફીમાદક પદાર્થ પોષડોડાનો અંદાજે રૂ. 8 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ખરેખર બે કાર જેમાં એક ક્રેટા અને બીજી બ્રેઝા કાર આ માલની હેરાફેરી કરી રહ્યા હતા અને પોલીસને આ બાબતે બાતમી મળતા પોલીસ ત્યાં પહોચી ગઈ હતી, અને જેમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
ધનસુરાના કીડી ગામ પાસે આ બંને આરોપી આ માદક પદાર્થની હેરાફેરી કરી રહ્યા હતા. જેમાં બે અલગ અલગ કાર હતી અને આ બંને કાર સહીત કુલ 23 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે બે આરોપીઓને ઝડપી ગુન્હો દાખલ કર્યો હતો.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અફીણ બનાવવા માટે પોષડોડાનો વપરાશ કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ જ મોટા પ્રમાણમાં માદક પદાર્થોને ઝડપી પાડવામાં આવ્યા છે આ સાથે જ છેલ્લા 5 દિવસમાં કુલ 20 લાખના પોષડોડા પોલીસે ઝડપી પાડ્યા છે.
રાજ્યમાં અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન, પોષડોડા પાવડર, અને અન્ય ડ્ગ્સ પકડાયું હતું. બે વર્ષમાં રાજ્યમાં 25 જિલ્લામાંથી 42698929861 કિંમતનો નશીલા દ્રવ્યો પોલીસે ઝડપ્યા હતા. નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 2987 આરોપીઓની ધડપકડ કરવાની બાકી છે. કોગ્રેસે જાહેર થયેલી માહિતી આધારે સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, રાજ્યની સરહદમાંથી ગેરકાયદેસર દારુનો જથ્થો ઘુસાડવામાં આવે છે. રાજ્યમાં યુવાનોને નશામાં રાખીને રોજગારીના બદલે બરબાદીમાં ધકેલવાનું ષડયંત્ર ચાલે છે.
આ પણ વાંચો:SMC પોલીસ સ્ટેશનમાં NDPSનો પ્રથમ કેસ, ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતીની ધરપકડ
આ પણ વાંચો:વડોદરાના સાવલીમાં 3 કરોડથી વધુનું શંકાસ્પદ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું
આ પણ વાંચો:અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો
