Surat News/ સુરતમાં ખૂની ખેલ! સમાધાનના બહાને યુવકની હત્યા, 5 આરોપી સામે ગુનો

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં જૂની તકરારની અદાવતમાં 28 વર્ષીય યુવકની હત્યા (Surat Youth Murder)કરવામાં આવી છે

Gujarat Surat
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં જૂની તકરારની અદાવતમાં 28 વર્ષીય યુવકની હત્યા (Surat Youth Murder)કરવામાં આવી છે

Surat News : સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં જૂની તકરારની અદાવતમાં 28 વર્ષીય યુવકની હત્યા (Surat Youth Murder)કરવામાં આવી છે. ફટાકડા ફોડવા અને બાઇક ચલાવવા બાબતે થયેલા વિવાદ બાદ આરોપીઓએ સમાધાનના બહાને યુવકને બોલાવી લીધો હતો. ત્યારબાદ છરીના (Knife Attack)ઉપરાછાપરી ઘા મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં (Surat Murder) હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન શરૂ થયેલી સામાન્ય તકરારે થોડા જ સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અદાવત રાખીને પાંચ શખ્સોએ 28 વર્ષીય યુવકને સમાધાન અને માફી મગાવવાના બહાને બોલાવ્યો હતો. ત્યારબાદ તેને શનિદેવ મંદિર પાછળ લઈ જઈ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Surat Youth Murder : ફટાકડા અને બાઇક ચલાવવા બાબતે થયો હતો વિવાદ

મળતી માહિતી પ્રમાણે, ગત 8 નવેમ્બરની રાત્રે સોસાયટીમાં ફટાકડા ફોડવા દરમિયાન મોટરસાઇકલ કટ મારીને પસાર કરવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ન વણસે તે માટે મૃતકના ભાઈ સહિત અન્ય લોકોએ વચ્ચે પડી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

જોકે, આ ઘટના બાદ પણ વિવાદની અદાવત યથાવત રહી હતી. બીજા દિવસે આરોપીઓએ યુવકને ફોન કરીને સમાધાન કરવાની અને માફી માગવાની વાત કરી મળવા માટે બોલાવ્યો હતો.

શનિદેવ મંદિર પાછળ લઈ જઈ કર્યો હુમલો

10 નવેમ્બરની સાંજે યુવક આરોપીઓના બોલાવવા પર શનિદેવ મંદિર પાછળ પહોંચ્યો હતો. અહીં તેણે માફી પણ માગી લીધી હતી. જોકે, ત્યારબાદ અચાનક વાતાવરણ ઉગ્ર બન્યું હતું અને આરોપીઓએ એકસંપ થઈ યુવક પર હુમલો કરી દીધો હતો.

આ દરમિયાન એક આરોપીએ પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવકની પીઠના ભાગે ઉપરાછાપરી ત્રણથી ચાર ઘા ઝીંકી દીધા (Knife Attack)હતા. અચાનક થયેલા હુમલાને કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો.

લોહીલુહાણ હાલતમાં યુવક ઢળી પડ્યો

છરીના ઘા વાગ્યા બાદ યુવક જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યો હતો. જોકે, થોડે દૂર પહોંચ્યા બાદ તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકને ખાનગી વાહનમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પાંચ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ

આ હત્યાની ઘટના અંગે મૃતકના સંબંધીની ફરિયાદના આધારે અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં (Ashwinikumar Murder)કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.

નવા વર્ષની ઉજવણી દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીનો અંત હત્યા જેવી ગંભીર ઘટનામાં આવતાં સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ છે.


આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના રામપુરમાં આતંકી મોહમ્મદ શરીફની ગોળી મારી હત્યા, 2007ના CRPF કેમ્પ હુમલા કેસમાં હતો દોષી

આ પણ વાંચો: સુરતના ભટારમાં જાહેર રોડ પર યુવાનની હત્યાથી ચકચાર, ખટોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પાંચેય આરોપીઓને દબોચ્યા

આ પણ વાંચો: ફટાકડા ફોડવાની ના પાડતા વિવાદ હત્યામાં પરિણમ્યો, વિકાસ ઉર્ફે નેપાલીનું મોત, મોર્યા બંધુઓ ઝડપાયા