Gujarat Weather forecast/ આગામી 20 ફેબ્રુઆરીએ પવનની ગતિ વધશે, અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં ફૂંકાશે ઠંડા પવન, 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને મધ્યમાં વાદળો ઘેરાશે, સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વાદળો આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે. જોકે, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠામાં ઠંડા પવનો ફૂંકાશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ઘેરાશે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વાદળો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ વધશે, ખાસ કરીને કચ્છમાં પવનની ગતિ 23 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

·         38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે.

·         ઉત્તર ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે.

·         18થી 20 ફેબ્રુઆરી દરમિયાન વાદળો ઘેરાશે.

·         કચ્છમાં પવનની ગતિ વધશે.

·         માર્ચમાં વરસાદની શક્યતા.

·         કૃષિ પાક પર નકારાત્મક અસર થઈ શકે છે.

·         મહા શિવરાત્રિએ ઠંડા પવનો ફૂંકાશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિના બાદ માર્ચ મહિનામાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે, જેની કૃષિ પાક પર નકારાત્મક અસર થઈ શકે છે. મહા શિવરાત્રિના દિવસે રાત્રે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે.

@ UJJWAL VYAS


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પવન સાથે તડકો અને પર્વતો પર બરફવર્ષા, જાણો વેલેન્ટાઇન ડે પર તમારા શહેરમાં હવામાન કેવું ?

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગમી બે દિવસ ગુજરાતમાં ભારે પવન ફૂંકવાની શક્યતા

આ પણ વાંચો: 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે ભારે પવન, ઠંડી પાછી આવી-વાદળો છવાયેલા રહેશે, આ રાજ્યોમાં વરસાદની ચેતવણી