Surat News/ સુરતના ભટારમાં જાહેર રોડ પર યુવાનની હત્યાથી ચકચાર, ખટોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પાંચેય આરોપીઓને દબોચ્યા

સુરતના ભટારમાં(Bhatar Murder Case) યુવકની હત્યા કેસમાં ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા

Gujarat Surat Breaking News
Bhatar Murder Case

Surat News: સુરત શહેરના ભટાર વિસ્તાર(Bhatar Murder Case)માં આવેલા રસુલાબાદ આઝાદનગરમાં યુવાનની ઘાતકી હત્યાના લીધે શહેરમાં ચકચાર મચી ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા તમામ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અનુસાર ભોગ બનનાર યુવક અને આરોપીઓની ભાણી વચ્ચે કથિત પ્રેમ સંબંધ હોવાની આશંકા છે. જોકે પોલીસે જણાવ્યું છે કે હત્યામાં પ્રેમ પ્રસંગ જવાબદાર છે કે નહીં તે તપાસ પછી સ્પષ્ટ થશે.

Bhatar Murder Case: ગલી નંબર 12 અને 13 વચ્ચે જાહેર રોડ પર બની ઘટના

મળતી માહિતી અનુસાર, ગત 8 નવેમ્બર, 2026ના રોજ રાત્રિના સમયે ગલી નંબર 12 અને 13 વચ્ચે જાહેર રોડ પર એક જૂથે યુવાન પર હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. ખટોદરા પોલીસ(Khatodara Police)એ ગણતરીના કલાકોમાં જ હત્યામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી જાવેદ સત્તાર શેખ સહિત પાંચ આરોપીઓ કોઈ અગમ્ય કારણોસર એકજૂથ થઈ હથિયારો સાથે રસુલાબાદ આઝાદનગર(Rasulabad Azadnagar) ખાતે પહોંચ્યા હતા. ફરિયાદીના પુત્ર પ્રસીદ ઉર્ફે સનીને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું.

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓ ઝડપાયા

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ(Technical Surveillance), હ્યુમન રિસોર્સ અને અંગત બાતમીદારોની મદદથી તપાસને આગળ ધપાવી હતી. મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તપાસ અધિકારી દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા પાંચ આરોપીઓની ઓળખ

જાવેદ ઉર્ફે નવાબ સત્તાર શેખ (ઉં.વ. 20) – રહે. રસુલાબાદ આઝાદનગર, ભટાર, મૂળ ભુસાવળ (મહારાષ્ટ્ર)

હંસરાજ રણજીત પ્રસાદ કુશવાહ (ઉં.વ. 20) – રહે. સૂર્યનગર, પાંડેસરા, મૂળ બિહાર

શાકિબ અઝીઝ મણિયાર (ઉં.વ. 21) – રહે. ઉધના, સુરત, મૂળ જલગાંવ (મહારાષ્ટ્ર)

સાહિદ શકીલ શેખ (ઉં.વ. 21) – રહે. રસુલાબાદ આઝાદનગર, ભટાર, મૂળ મહારાષ્ટ્ર

પિયુષ જીતેન્દ્ર સાહુ (ઉં.વ. 20) – રહે. તડકેશ્વરનગર, ભટાર રોડ, મૂળ કાનપુર (ઉત્તર પ્રદેશ)

ગુનો નોંધાયો, તપાસમાં વધુ ખુલાસાની શક્યતા

આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં 9 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 1:35 વાગ્યે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(2), 189(2), 189(4), 190 અને 191(3) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમની કલમ 3(2)(5), 3(2)(5-અ) અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવાનની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે સહિતના મુદ્દે તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે. સુરત ક્રાઈમ(Surat Crime News)ના આ કેસમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરના થાનગઢના સોનગઢ ગામે યુવાનની ઘાતકી હત્યા કરાઇ

આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં જૂના મનદુ:ખમાં યુવાનની ઘાતકી હત્યા કરતાં આરોપીની ધરપકડ કરાઇ