Ahmedabad News/ દિવાળીની રજામાં RTOએ બોલાવ્યા અરજદારોને: કચેરી બંધ, રિશિડ્યુલનો મેસેજ મોડો મળ્યો

દિવાળીની જાહેર રજાના દિવસે અમદાવાદ RTOની ઓનલાઈન સિસ્ટમમાં (RTO Appointment Issue) એપોઈન્ટમેન્ટ મળતાં વાહનચાલકો કચેરીએ પહોંચ્યા. રિશિડ્યુલના SMS મોડા મળ્યાની ફરિયાદ.

Gujarat Top Stories Ahmedabad Breaking News
RTO Appointment Issue: રજાના દિવસે એપોઈન્ટમેન્ટથી અરજદારો પરેશાન

Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન સરકારે પડતર દિવસની જાહેર રજા જાહેર કરી હોવા છતાં RTOની ઓનલાઇન સિસ્ટમમાં અરજદારોને એપોઇન્ટમેન્ટ મળી જતાં વાહનચાલકો મુશ્કેલીમાં (RTO Appointment Issue) મુકાયા હતા. વાહન ટ્રાન્સફર અને રી-પાસિંગ સહિતની કામગીરી માટે અગાઉથી સમય મેળવેલા અરજદારો નિયત સમયે RTO કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જાહેર રજા હોવાથી તેમને પરત ફરવું પડ્યું હતું. આ ઉપરાંત, એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવાના મેસેજ પણ મોડા મળ્યાની ફરિયાદ સામે આવી છે.

RTO Appointment Issue: નોકરી-ધંધામાંથી રજા રાખીને પહોંચેલા અરજદારોને ધરમધક્કો

દિવાળીના વેકેશન દરમિયાન RTO (Ahmedabad RTO) કચેરીઓમાં જાહેર રજા હોવા છતાં ઓનલાઇન સિસ્ટમમાં એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ રહી હતી. પરિણામે અનેક અરજદારોએ વાહન ટ્રાન્સફર (Vehicle Transfer) અને રી-પાસિંગ (Vehicle Re Passing) સહિતની કામગીરી માટે સમય લીધો હતો. કેટલાક અરજદારો નોકરી-ધંધામાંથી રજા રાખીને નિયત સમયે કચેરીએ પહોંચ્યા હતા. જોકે, ત્યાં સિક્યુરિટી ગાર્ડે જાહેર રજા હોવાનું જણાવી તેમને પરત મોકલી દીધા હતા. આ કારણે તહેવારના દિવસોમાં જ અરજદારોને ધરમધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરી, પરંતુ મેસેજ મોડા મળ્યાની ફરિયાદ

આ મામલે અમદાવાદ RTOના અધિકારી બાલમુકુંડ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે કચેરીમાં રજા હોવાની જાણ કરવામાં આવી હતી અને જે અરજદારો કચેરીએ પહોંચ્યા હતા તેમની એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે.

જોકે, અરજદાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ RTO કચેરીએ પહોંચ્યા ત્યારે જ તેમને એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ થયાનો SMS મળ્યો હતો. એટલે કે રિશિડ્યુલ અંગેની જાણ સમયસર ન થતાં અરજદારોને બિનજરૂરી ધક્કો ખાવો પડ્યો હતો.


આ પણ વાંચો: સસ્તી સવારીના નામે નિયમોનો ભંગ? અમદાવાદ RTOએ કંપનીઓને ફટકારી નોટિસ

આ પણ વાંચો: ડિજીટલ પેમેન્ટથી લાંચ લેતા અમદાવાદ RTOની મહિલા જુનિયર કલાર્ક ઝડપાઈ

આ પણ વાંચો: અમદાવાદ RTOનો મહત્વનો નિર્ણયઃ રેપીડો, ઓલા, ઉબેર બાઇક ટેક્સી પર પ્રતિબંધ!