Not Set/ પ્રાંથળિયા આહીર સમાજમાં જૂની પરંપરા મુજબ આ દિવસે જ થાય છે લગ્ન, તક ચુકી જાય તેનો વારો આવતા વર્ષે

ભારત દેશમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને સમાજનાં લોકો રહે છે. જ્યા અલગ-અલગ સમાજનાં લોકોમાં અલગ-અલગ પરંપરા પણ જોવા મળતી હોય છે. દેશમાં એક ગામ છોડો એટલે રીતિ રિવાજો અને પરંપરાઓમાં બદલાવ જોવા મળે છે. ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પ્રાંથળિયા આહીર સમાજમાં વર્ષોથી જૂની પરંપરા ચાલી રહી છે. અહી અંધારી તેરસનાં દિવસે […]

Gujarat Others

ભારત દેશમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને સમાજનાં લોકો રહે છે. જ્યા અલગ-અલગ સમાજનાં લોકોમાં અલગ-અલગ પરંપરા પણ જોવા મળતી હોય છે. દેશમાં એક ગામ છોડો એટલે રીતિ રિવાજો અને પરંપરાઓમાં બદલાવ જોવા મળે છે. ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પ્રાંથળિયા આહીર સમાજમાં વર્ષોથી જૂની પરંપરા ચાલી રહી છે. અહી અંધારી તેરસનાં દિવસે 1000 જેટલા લગ્નો લેવાયા હતા સમાજમાં વર્ષો જૂની પરંપરા મુજબ આ જ દિવસે લગ્ન થાય છે જે જોડીઓ આ તક ચુકી જાય તેનો વારો આવતા વર્ષે આવે છે.

પ્રાંથળિયા આહીર સમાજમાં એક પ્રચલિત કહેવત છે પૈણૂગા ઇ પૈણૂગા રહુ ગયા ઇ રહુ ગયા અંધારી તેરસનાં દિવસે જે યુગલો લગ્ન કરી લે તેમણે લગ્ન કર્યા બાકી જે રહી ગયા સમજો વર્ષ માટે રહી ગયા. પરંપરાગત પહેરવેશ સાથે વડીલોની આજ્ઞા અને રીતિ રિવાજો મુજબ ગામડાઓમાં લગ્ન લેવાય છે ખાસ ગામમાં લગ્ન ભલે અલગ અલગ હોય પરંતુ જમણવાર એક જ સ્થળે સમૂહમાં હોય છે. અંજાર તાલુકાનાં આહીરાત ગામોમાં 300 લગ્નો લેવાયા હતા. વાગડમાં 300, ભુજ તાલુકામાં 300, પશ્ચિમ કચ્છમાં 100 મળી હજારેક દંપતી લગ્નગ્રંથીથી જોડાયા હતા.

ગામોની જો વાત કરીએ તો વાગડ વિસ્તારનાં રામવાવ, ઘરાણા, ચોબારી ,ખેંગારપર, કુડા જામપર, ભચાઉ, રાપર તેમજ અંજાર તાલુકાનાં રતનાલ, સતાપર, હીરાપર, કોટડા, ટપપર પશ્ચિમ કચ્છનાં નથ્થરકુઈ, નીરોણા, વંગ, આમારા અને ભુજ તાલુકાનાં સુમરાસર, લોડાઈ, હબાય, ઝીંકડી, જવાહરનગર, મમુઆરા સહિતનાં આહીર પટ્ટીનાં ગામોમાં લગ્નનો માહોલ જામ્યો હતો. ગામેગામ લગ્નનો માહોલ જામતા ઉત્સાહનો માહોલ દેખાયો હતો. અહી ખાસ લગ્નનાં દાંડિયારાસમાં થતી ઘોર ગૌસેવા માટે વાપરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દેશમાં આજે પણ ઘણી જગ્યાએ વર્ષો જુની પરંપરા ચાલી રહી છે. આજે પણ ભારતનાં ઘણા ગામડાઓમાં જુની પરંપરા મુજબ લોકો પોતાનું જીવન ગુજારતા જોવા મળશે. જો કે સમય જતા ગામડા અને શહેરોમાં કોઇ ખાસ ફરક રહ્યો નથી. ગામડામાંથી શહેરમાં આવેલા ઘણા એવા લોકો છે કે જે આજે પણ જુની પરંપરા મુજબ પોતાનુ જીવન વ્યતિત કરી રહ્યા છે. ગુજરાતમાં આજે પણ ઘણા ગામડાઓમાં જુની પરંપરાનાં જાળવી રાખતા વડીલો જોવા મળી  જશે.