Gir Somnath News/ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ સોમવારે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, ગુંજ્યાં હર-હર મહાદેવના નાદ!

શ્રાવણ માસ શિવભક્તો માટે ખાસ પવિત્ર માનવામાં આવે છે. આખા માસ દરમિયાન સોમવારે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

Top Stories Religious Gujarat Dharma & Bhakti Breaking News

Gir Somnath News:ગીર સોમનાથ જિલ્લાના પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિનો મહોત્સવ ઉજવાયો. વહેલી સવારે જ હજારોની સંખ્યામાં શિવભક્તો મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.

ચાર વાગે દ્વાર ખોલાયા !

મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા બાદ, લાંબી લાઈનોમાં લોકો “હર-હર મહાદેવ” અને “જય સોમનાથ”ના જયઘોષ સાથે દર્શન માટે ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

પૂજા-અર્ચનાથી વાતાવરણ ભક્તિમય બન્યું.

શ્રાવણ માસ શિવભક્તો માટે ખાસ પવિત્ર માનવામાં આવે છે. આખા માસ દરમિયાન સોમવારે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. અંતિમ સોમવાર હોવાથી ભક્તોની સંખ્યા સામાન્ય દિવસ કરતાં ખૂબ વધુ જોવા મળી. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહીત સૌએ પૂજા કરી શિવજીના આશીર્વાદ મેળવ્યા.

 

[fvplayer id=”25″]

મેઘરાજાએ પણ શ્રાવણના છેલ્લા સોમવારને માન આપ્યું.

વહેલી સવારે અચાનક મેઘરાજાએ પણ શિવભક્તો પર અમીછાંટણા વરસાવ્યા, જેને કારણે વાતાવરણ વધુ પવિત્ર બની ગયું. વરસાદી છાંટણા અને ભક્તોના ઉલ્લાસથી મંદિર પરિસર પરમ આનંદથી ભરાઈ ગયું હતું.

પરિસરની વ્યવસ્થા 

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સુરક્ષા દળો, પોલીસ સ્ટાફ અને સેવકો દ્વારા ભીડ નિયંત્રણ માટે કડક વ્યવસ્થા કરવામાં આવી. સવારે 4 વાગ્યાથી સતત ભક્તોની લાઈનો ચાલી રહી હતી અને અત્યાર સુધીમાં લાખો ભક્તોએ મહાદેવના દર્શન કરી ચૂક્યા છે.

મંદિરની  પવિત્રતા અને વિશેષ અર્ચના 

સોમનાથ મંદિર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશ-વિદેશના ભક્તો માટે આસ્થા કેન્દ્ર છે. શ્રાવણ માસના અંતિમ સોમવારે અહીં આવવું અત્યંત પાવન માનવામાં આવે છે.

આજે પણ ભક્તોએ ગંગાજળ, દુધ, બેલપત્ર તથા વિવિધ પૂજા સામગ્રીથી ભગવાન સોમનાથનું અભિષેક કરી વિશેષ પુજા-અર્ચના કરી. દર્શન બાદ ભક્તોએ મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી અને સંતોષનો અનુભવ કર્યો.

સ્થાનિક વેપારીઓમાં પણ આનંદની લહેર 

સ્થાનિક વેપારીઓ માટે પણ આ અવસર લાભદાયી સાબિત થયો, કારણ કે મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ મંદિરથી લઈને બજાર સુધી ભીડ સર્જી હતી.

અંતિમ સોમવારના આ ભક્તિમય નજારાથી સમગ્ર સોમનાથ પંથક દિવ્ય અને પાવન બની ગયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ