Bhavnagar News/ ભાવનગર-સોમનાથ હાઇવે પર પોલીસની મોટી કાર્યવાહી, રૂ. 24 લાખનો દારૂ સાથે આઈસર ટ્રક ઝડપાઈ

આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર નાકાબંધી કરી અને રાજપરા નજીક આઈસર ટ્રકને અટકાવી.

Top Stories Gujarat Breaking News

Bhavnagar News: ભાવનગર (Bhavnagar) સોમનાથ હાઇવે પર ગુજરાત પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે આઈસર ટ્રકમાંથી રૂ. 14 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ ટ્રક રાજપરા ગામથી તળાજા તરફ જઈ રહી હતી, જેમાં તાલપત્રી નીચે દારૂનો જથ્થો સંતાડીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં રૂ. 24 લાખના મુદ્દામાલ સહિત ટ્રક ડ્રાઈવર બટુકભાઈ રાણાભાઈની ધરપકડ કરી છે.

ભાવનગર LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે, એક આઈસર ટ્રકમાં ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો ભાવનગરથી તળાજા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હાઇવે પર નાકાબંધી કરી અને રાજપરા નજીક આઈસર ટ્રકને અટકાવી. ટ્રકની તપાસ કરતાં તાલપત્રી નીચે સંતાડેલી હાલતમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. આ દારૂની કિંમત આશરે રૂ. 14 લાખથી વધુ હોવાનું અંદાજવામાં આવે છે, જ્યારે ટ્રક સહિતના કુલ મુદ્દામાલની કિંમત રૂ. 24 લાખ આંકવામાં આવી છે.

પોલીસે ટ્રક ડ્રાઈવર બટુકભાઈ રાણાભાઈની ઘટનાસ્થળે જ ધરપકડ કરી લીધી. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે, તે આ દારૂનો જથ્થો બે અન્ય વ્યક્તિઓના કહેવાથી લઈ જઈ રહ્યો હતો. જોકે, આ બે આરોપીઓ હાલ પોલીસની પકડથી બહાર છે. LCBએ આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમ રચી છે અને આ દારૂના ગેરકાયદેસર ટ્રાન્સપોર્ટેશનના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ