Surat News : સુરતમાં લાજપોર જેલમાંથી ફરાર થયેલા બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે. અપહરણ અને હત્યા કેસના આ આરોપીઓ જામીન પર છુટ્યા બાદ જેલમાંથી ફરાર થઈ ગયા હતા. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે તપાસ હાથ ધરીને ફરાર બે સગા ભાઈઓને ઝડપી લીધા હતા. અપહરણ, હત્યાના આરોપી જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયા હતા.
બંને ફરાર આરોપીઓને પોલીસે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશથી દબોચી લીધા હતા.જેમાં પોલીસે આરોપી મોનુ યાદવ અને સોનું યાદવની ધરપકડ કરી હતી.બંને આરોપીઓ 7 દિવસના જામીન પર બહાર આવ્યા હતા. જામીન પર છુટ્યા બાદ આરોપીઓ હાજર ન થઈ ફરાર થઈ ગયા હતા. બન્ને આરોપીઓ વિરુદ્ધ સચિન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ
આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા
આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ
