Entertaiment News/ ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 25 રાઉન્ડ ફાયરિંગ, બાઇક સવાર બદમાશોએ કર્યું ફાયરિંગ

ત્રણ અજાણ્યા ઇસમો ઘર નજીક બાઇક પર આવ્યા હતા અને બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

Trending Uncategorized Entertainment

Entertainment: બિગ બોસ વિજેતા, પ્રખ્યાત યુટ્યુબર અને અભિનેતા એલ્વિશ યાદવના ગુરુગ્રામના સેક્ટર 57 સ્થિત ઘર પર સવારે 5:30 થી 6 વાગ્યાની વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો. ત્રણ અજાણ્યા બદમાશો ઘર નજીક બાઇક પર આવ્યા હતા અને બે ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, એલ્વિશ યાદવ તે સમયે ઘરે હજાર ન હતા.

શું વાત છે?

એલ્વિશ યાદવ તેની યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ માટે ખૂબ ફેમસ છે. ફાયરિંગ બાદ તરત જ ગુરુગ્રામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પોલીસે ઘટના સમયે ઘરમાં હાજર લોકોની સલામતી અંગે પણ પૂછપરછ કરી. કહેવામાં આવી રહ્યું છે કે તેના ઘરે 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારને ઘેરી લીધો અને શંકાસ્પદોની શોધ શરૂ કરી. ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે નજીકના સીસીટીવી કેમેરા સ્કેન કરવાનું શરૂ કરી દીધું છે. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી

આખું પરિવાર ઘેન નિંદ્રામાં હતા

એલ્વિશ યાદવના પિતાએ  જણાવ્યું હતું કે એલ્વિશ ઘરે નહોતો, પરંતુ પરિવારના બાકીના સભ્યો હાજર હતા. જ્યારે બદમાશોએ ગોળીઓ ચલાવી અને ભાગી ગયા ત્યારે બધા સૂઈ રહ્યા હતા. આ પછી પોલીસે આવીને સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. પરંતુ આ ફાયરિંગની ઘટના પહેલા પરિવાર કે એલ્વિશને કોઈ ધમકી મળી ન હતી. સીસીટીવી ફૂટેજમાં બે બદમાશો ઘરના ગેટની બહાર ઉભા જોવા મળે છે.

પોલીસ પૂછપરછ

આ પહેલા પણ બોલિવૂડ ગાયક ફાઝિલપુરિયાને ગોળી મારી દેવામાં આવી છે. સોશિયલ મીડિયાના બે મોટા સ્ટાર્સ પર બની રહેલી ઘટનાઓએ પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. આવી ઘટનાઓ સતત વધી રહી છે અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી પાડી રહી છે.

એલ્વિશના ઘર પર થયેલા આ હુમલાએ ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં એલ્વિશ યાદવના ઘરે થયેલા ફાયરિંગથી બધા ચોંકી ગયા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે. આવી ઘટનાઓ આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ સિવાય હુમલો  રાહુલ ફાઝિલપુરિયાના ઘર પણ થયો હતો 

એલ્વિશ પહેલા, હરિયાણવી અને બોલિવૂડ ગાયક રાહુલ ફાઝિલપુરિયા પર 14 જુલાઈ, 2025 ના રોજ સાંજે 5:50 વાગ્યે હુમલો થયો હતો. માહિતી અનુસાર, ગુરુગ્રામના SPR રોડ પર અજાણ્યા બદમાશો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે, બાદમાં પોલીસે આવી કોઈ ઘટનાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ગુરુગ્રામમાં નિશાન પર રહેલા પ્રખ્યાત ચહેરાઓ

પંજાબી ગાયક રાહુલ ફાઝિલપુરિયા પણ એલ્વિશ યાદવના કલોસ ફ્રેન્ડ  છે. તેમના પર થયેલા હુમલા બાદ ફાઇનાન્સર રાહુલનું મૃત્યુ થયું હતું. સોશિયલ મીડિયા પર આ હુમલાઓની જવાબદારી એક ગેંગસ્ટરે લીધી. અને હવે, જે રીતે એલ્વિશ યાદવના ઘરે 25 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું છે, તે જોઈને લાગે છે કે કોઈ સંદેશ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસ માને છે કે આવા હુમલા સામાન્ય રીતે ગેંગસ્ટરો દ્વારા ખંડણી માંગવા માટે કરવામાં આવે છે.

જ્યારે એલ્વિશ વિવાદોને કારણે ચર્ચામાં આવ્યો હતો

એવું જાણીતું છે કે એલ્વિશ યાદવ તેના યુટ્યુબ વ્લોગ અને રોસ્ટ વીડિયો માટે જાણીતા છે. તેમની સારી ફેન ફોલોઈંગ છે. એલ્વિશ પહેલા પણ ઘણા વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહી ચૂક્યા છે. તેમના પર રેવ પાર્ટીઓ અને સાપના કેસોમાં સામેલ થવા, ચૂમ દારંગ પર વાંધાજનક ટિપ્પણી કરવા, રાજસ્થાન પોલીસ પર ખોટા દાવા કરવા અને ઘણી વખત હુમલો, ઉપદેશ આપવા અથવા ધમકી આપવાનો પણ આરોપ છે. ફાઝિલપુરિયાનું નામ સાપના ઝેરના કેસમાં સામેલ થવા બદલ પણ લેવામાં આવ્યું હતું.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહે છે, આ ઉપરાંત તે એક વેબ સિરીઝનું શૂટિંગ પણ કરી રહ્યો છે. તાજેતરમાં તે શો લાફ્ટર શેફમાં જોવા મળ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ધ બેંગાલ ફાઇલ્સ’નું ટ્રેલર રિલીઝ, ભારત, બંગાળ અને હત્યાકાંડ, દરેક દ્રશ્યો તમારા રૂવાંડા ઉભા કરી દેશે 

આ પણ વાંચો:રિલીઝ થયાના 50 વર્ષ પછી શોલેના શૂટિંગ સ્થળો કેવા દેખાય છે? રામગઢના દ્રશ્યો માં મોહી લે એવા છે!

આ પણ વાંચો:શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાએ 60 કરોડ કર્યો ફરી ગોટાડો, કપલ વિરુદ્ધ છેતરપિંડીની FIR પહેલેથી જ દાખલ હતી!