Gujarat News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના પથ પર ભારતની આગેકૂચ

પીએમ મોદીના 11 વર્ષ: ગુજરાતે કરી પ્રગતિ બેમિસાલ

Gujarat

Gujarat News : 2014ની સામાન્ય ચૂંટણીમાં ભારતના લોકોએ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે નરેન્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પ્રચંડ બહુમત સાથે સત્તાનુ સુકાન સોંપ્યું હતું. 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદનાશપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી અને અમલમા મુંકી. આજે સરકારની તમામ પ્રમખુ યોજનાઓ ગરીબોના જીવનમા બદલાવ લાવી છે અને તેમના નેતૃત્વમાં ભારત આર્થિક અને સામાજીક વિકાસના ક્ષેત્રોમાં સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.

26 મે, 2025ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 11 વર્ષ પુરા થઈ ચુક્યા છે. મોદી સરકારના આસફળ 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યા છે. ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે ઉદ્યોગ-વેપાર, ઈન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમા વિકાસની લાંબી છલાંગ લગાવી રહ્યું છે.ગુજરાત પોતાના સપત અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામા આવેલા વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા માટે તત્પર છે. મને યાદ છે કે, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ‘દેશના વિકાસ માટે ગુજરાતના વિકાસનો મંત્ર આપ્યો હતો. પરિણામે, વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામા ગુજરાતની જવાબદારી ખૂબ વધી જાય છે.

ગરીબ કલ્યાણ માટે સમર્પિત ગુજરાત સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ગામડાઓ ગરીબો અને ખેડૂતોની ચિંતા કરી છે. હકીકતમા મોદીએગરીબીને જીવી છે, એટલેજ તેઓ ગરીબોના દુખ અને પીડાને વધુ સારી રીતે સમજે છે અને તેમની ગરીબીમાંથી બહાર કાઢવા માટે કારગર નીવડે તાજેતરમા જાહેર થયેલા એક રિપોર્ટ મુજબ મોદી સરકારના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળમાં દેશમા 25
કરોડથી વધુ લોકો ગરીબી માંથી બહાર આવ્યા છે.

અમે ગુજરાતમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં કેન્દ્ર સરકારની યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિ કર્યું છે. ગુજરાત સરકારે છેવાડાના માનવીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડીને તેમની જીંદગીમાં
બદલાવ લાવવા માટેનો એક પ્રામાણિક પ્રયાસ કયો છે. વડાપ્રધાનના દિશા નિર્દેશનમાં અમે ‘જ્ઞાન-GYAN’ (ગરીબ,યુવા,અન્નદાતા અને નારી)ના વિકાસને પણ વિશ્ષ મહત્વ આપ્યું છે. વડાપ્રધાને કહ્યું છે કેતેમના માટે દેશમા ફક્ત ચાર જૈતિઓ-ગરીબ, યુવા, ખેડૂતો અને નારી છે. અને તેઓ તેમના સશક્તિકરણમાટે કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહરી અને ગ્રામીણ હઠેળ ક્રમશ 8 લાખ 98 હજાર અને 5 લાખ 77હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હઠેળ 3.65 કરોડ લોકોને નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અન્વયે રાજ્યના 68.68 લાખ ખેડૂત કુટુંબોને ₹6000ની વાર્ષિક આર્થિક સહાય આપવામા આવી રહી છે.

રાજ્યમા48,60,046થી વધુ શૌચાલયોનુ નિર્માણ પીએમ સ્વનિધિ યોજના હઠેળ 4,79,141 શેરી વિક્રેતાઓને લોન સુવિધા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હઠેળ 43 લાખથી વધુ નિશુલ્ક એલપીજી ગેસ કનેક્શન, પ્રધાનમંત્રીજન-ધન યોજના હઠેળ 1,92,98,001 લોકોના બેંક અકાઉન્ટ, પ્રધાનમંત્રી મુંદ્રા યોજના હઠેળ 1,51,84,855ખાતાઓમાં ₹1,29,407 કરોડની લોન, પીએમ સૂર્યઘર યોજના હઠેળ 3.55 લાખ સોલાર રૂફટોપ પેનલની સ્થાપના, આયુષ્યમાન ભારત ડિજીટલ મિશન અંતર્ગત ગુજરાતના 70 ટકા નાગરિકો એટલેકે 4.80 કરોડથી વધુ લોકોનુ આયુષ્યમાન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) હેઠળ રજીસ્ટ્રેશન અને 10,280થી વધુ આયુષ્યમાનઆરોગ્ય મંદિરોમા સંચાલન સાથે ગુજરાત પોતાના સાડા છ કરોડ નાગરિકોને વિવિધ યોજનાઓના લાભ પ્રદાન કરીને તેમના જીવનને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 યુવાનોના સપનાઓને આપી નવી પાંખ

યુવા વર્ગ ભારતની સૌથી મોટી તાકાત છે અને ભારત પોતાના આ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો મોટો લાભ મેળવવા માટે સજ્જ છે. મોદીજીના શાસનમા દેશના યુવા વર્ગને તે તમામ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે તેમના સપનાઓને નવી પાંખો આપી રહી છે.ગુજરાતને યુવાશક્તિની ક્ષમતાઓને ઓળખીને અનેક કાર્યક્રમો અમલી બનાવ્યા છે. શિક્ષણથી લઇને નવા ઉદ્યોગોની સ્થાપના અને રોજગારની તકો  ઉપલબ્ધ કરાવવામા સરકારનું પ્રદર્શન ઘણું નોંધપાત્ર રહ્યું છે. . વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU), રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU) અને દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી જેવી સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ કાર્યરત છે.

કેન્દ્ર સરકારે 2020મા GFSU અને RSUને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો દરજ્જો આપ્યો છે, અને તેઆજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે જાણીતી બની છે. આ ઉપરાંત ગત 11 વર્ષોમાં ગુજરાતમાં 22 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે 4300 નવી મેડિકલ સીટ્સ ઉપલબ્ધ થઈ છે.
અમે રાજ્યના રોજગારીની વ્યાપક તકો પ્રદાન કરવા માટે નવા અને ઉભરતા ક્ષેત્રોના ઉદ્યોગોની સ્થાપના પર વિશેષ ભાર મુક્યો છે. રાજ્ય સરકારે સેમિકન્ડકટર ક્ષેત્રના બિઝનેસને આકર્ષિત કરવા માટેગુજરાત સ્ટેટ ઇલેકટ્રોનિક્સ મિશનની રચના કરી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રની કેટલીક મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે આગળ આવી છે. તેના કારણે ગુજરાત ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.

ભારતમા સાંસ્કૃતિક પુનરૂત્થાનનો એક નવો યગુ

વડાપ્રધાનના નેતૃત્વમાં 2014 પછી દેશમા સાસકૃતિક શરૂ થયો છે. તેમનીસરકાર છેલ્લા 11 વર્ષોમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે ભારતીય સંસકૃતિ, તેના વારસા અનેપરંપરાઓને એક નવી ઉંચાઈ પર લઇ ગઈ છે. અયોધ્યામા રામમંદિરના નિર્માણની સાથે વારાણસીમા કાશીવિશ્વનાથ કોરિડોર અને ઉજ્જૈન મહાકાલ લોક પ્રોજેક્ટ થકી ભારતના આધ્યાત્મિક સ્થળોની કાયાપલટ થઈ છે. તેમણે ભારતના યોગ અને આયુર્વેદ જેવા પ્રાચીન વારસાને પણ વૈશ્નિક ફલક પર સ્થાપિત કરી દીધા છે. ગુજરાત સરકાર પણ ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સોમનાથ, અંબાજી, પાવાગઢ, માધવપુર અને દ્વારકા જેવા મોટા અને પ્રમખુ યાત્રાધામોના વિકાસ ઉપરાંત નાના-નાના ધાર્મિક સ્થળોનો પણ શાનદાર વિકાસ કરી રહી છે.

વિકસિત ભારત-સશક્ત ભારત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ર્વકર્સત ભારત @2047’ એટલેકે દેશની આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. તેમણે ‘મેક ઇન ઈન્ડિયા’ અને‘આત્મનિર્ભર ભારત’ જેવી નવતર પહેલો સાથે વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. પરિણામ એ આવ્યું છે કે હવે ભારત વર્ષનું મેન્યુફેકચરિંગ હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત 4 ટ્રિલીયન ડોલરથી જીડીપી સાથે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થયવ્યવસ્થા બની ગયું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે ‘ઑપરેશન ર્સિંદૂર’ દ્વારા આતંકવાદીઓ અને તેમના આકાઓને જડબાતોડ જવાબ આપીને એ સ્પષ્ટ કરી દીધુ છે કે દેશ હવે કોઈપણ આતંકી હુમલાને સહન નહીં કરે, અને દરેક આતંકી હુમલાનો જવાબ સૈન્ય કાર્યવાહી દ્વારા આપવામા આવશે. આ નવા ભારતના મજબત નેતૃત્વ અને બદલાયેલા મિજાજને પ્રતિબિબિંત કરે છે.

વડાપ્રધાનના પદચિહ્નો પર આગળ વધતું ગુજરાત

ગુજરાતમાં અમારી સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પદચિહ્નો પર આગળ વધીને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે તત્પર છે. નરેન્દ્ર મોદીએ ભૂતપુર્વ સરકારોના કાર્યકાળ દરમિયાન ગુજરાત સાથે થયેલા અન્યાયનો સ્વયં અનભુવ કર્યો છે, એટલે તેમણે ગુજરાતની તે તમામ ન્યાયોચિત માંગોને જ પુરી નથી કરી, પરંતુ રાજ્યને અનેક ભેટ પણ આપી છે. મોદીએ વડાપ્રધાન પદની શપથ લીધાના 17 જ દિવસોમા સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મજૂંરી આપીને ગુજરાતના કરોડો લોકોનુ વર્ષો જુનુ સપનું પુરૂ કર્યું છે.

વડાપ્રધાને ગુજરાતને ભારતની પ્રથમ બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરરટી (IFSCA), સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, AIIMS-રાજકોટ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ, તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઇન પ્રોજેક્ટ, દાહોદમાઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ઉત્પાદન યુનિટ, વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, પીએમ મિત્ર પાર્ક. વિશ્વનું સૌપ્રથમ સીએનજી ટર્મિનલ અને અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની ભેટ આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે રસ્તા પહોળા કરવાના 11 કામ માટે 467.50 કરોડ ફાળવ્યા

આ પણ વાંચો: અમદાવાદના સૌથી જૂના રેલ્વે ઓવરબ્રિજને નવો બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.220 કરોડ ફાળવ્યા

આ પણ વાંચો: ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સીએમે કર્યુ ઉદઘાટન