Gujarat News/ મુખ્યમંત્રીએ સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરાવ્યો

થરાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Sashakt Nari Mela નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો

Gujarat Others
Sashakt Nari Mela

Gujarat News : વાવ-થરાદ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશક્ત નારી મેળા (Sashakt Nari Mela) નો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીએ સશક્ત નારી મેળા (Sashakt Nari Mela) માં આયોજિત વિવિધ સખી મંડળોના સ્ટોલોની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા સામગ્રી તેમજ સ્વદેશી ચીજવસ્તુઓને નિહાળી હતી.

મુખ્યમંત્રીએ સખી મંડળોની બહેનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા અને માર્કેટિંગ અંગે માહિતી મેળવી હતી. તેમણે બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનવા, સ્વરોજગારના અવસરો વિસ્તૃત કરવા તેમજ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

આ સશક્ત નારી મેળો (Sashakt Nari Mela) નારી સશક્તિકરણના પ્રયાસોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.


આ પણ વાંચો : ગુજરાતમાં ‘સશક્ત નારી મેળા’ દ્વારા રૂ. 4 કરોડથી વધુના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ

આ પણ વાંચો : દ્વારકા ખાતે ત્રિ દિવસીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા અર્જુન મોઢવાડીયા

આ પણ વાંચો : જામનગરમાં “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા અર્જુન મોઢવાડિયા