Gandhinagar News/ ચિલોડામાં મહિલાની છેડતી બાદ આરોપીના ઘર પર ટોળાએ કર્યો હુમલો, 10ની અટકાયત

ગાંધીનગરના ચિલોડા ગામે મહિલાની છેડતી (Molestation) બાદ બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે છેડતી અને રાયોટિંગનો ગુનો નોંધી 10 લોકોની ધરપકડ કરી છે.

Top Stories Gandhinagar Gujarat
Molestation

Chiloda Molestation Case Arrest: રાજધાની ગાંધીનગરના ચિલોડા ગામે મહિલાની છેડતીની ઘટનાને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મહિલાની છેડતીના વિરોધમાં રોષે ભરાયેલા ફરિયાદી પક્ષે આરોપીના ઘર પર હુમલો કરતા મામલો બિચક્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી છેડતી અને રાયોટિંગ સહિતના ગુના નોંધી 10 જેટલા આરોપીઓની અટકાયત કરી છે.

છેડતી (Molestation) બાદ હિંસક વળાંક

મળતી માહિતી મુજબ, ચિલોડા ગામે એક મહિલાની છેડતી થતા મામલો ગરમાયો હતો. મહિલાએ આ અંગે ત્રણ શખ્સો સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જોકે, કાયદાકીય કાર્યવાહી વચ્ચે જ ફરિયાદી પક્ષના લોકોએ કાયદો હાથમાં લીધો હતો અને આરોપીના ઘર પર હુમલો કરી તોડફોડ કરી હતી. જેના કારણે બંને પક્ષો વચ્ચે સામસામે ઘર્ષણ અને પથ્થરમારા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

Molestation

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ ચિલોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને છેડતીના આરોપીઓ સહિત હુમલો કરનાર અને રાયોટિંગ કરનારા કુલ 10 જેટલા શખ્સોને દબોચી લીધા છે.

કાયદાકીય કાર્યવાહી તેજ

પોલીસે આ સમગ્ર મામલે બે અલગ-અલગ ગુના દાખલ કર્યા છે. જેમાં મહિલાની છેડતી બદલ 3 લોકો સામે અને ત્યારબાદ થયેલા હુમલા-બબાલ બદલ રાયોટિંગની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો : ઇન્દોર શહેરમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની બે મહિલા ખેલાડીઓ છેડતીનો ભોગ બની

આ પણ વાંચો : સ્પેશિયલ ક્લાસના બહાને કોલેજ પ્રોફેસરએ વિદ્યાર્થીને બોલાવી, વિદ્યાર્થીની સાથે છેડતીનો આરોપ