Not Set/ CWG ૨૦૧૮ : સિધ્ધુને હરાવી બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં આવ્યા કુલ ૬૬ મેડલ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૧૧માં દિવસે ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે શાનદાર પ્રદર્શન કરતા વધુ એક ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આપવ્યો છે. આ સાથે ભારતના ખાતામાં કુલ ૨૬ ગોલ્ડ સાથે કુલ ૬૬ મેડલ ખાતામાં આવ્યા છે. પી વી સિધ્ધુને હરાવી સાઈનાએ જીત્યો ગોલ્ડ મેડલ Indian shuttler #SainaNehwal defeated her opponent #PVSindhu […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૧૧માં દિવસે ભારતીય બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે શાનદાર પ્રદર્શન કરતા વધુ એક ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આપવ્યો છે. આ સાથે ભારતના ખાતામાં કુલ ૨૬ ગોલ્ડ સાથે કુલ ૬૬ મેડલ ખાતામાં આવ્યા છે.

પી વી સિધ્ધુને હરાવી સાઈનાએ જીત્યો ગોલ્ડ મેડલ

બેડમિન્ટનની મહિલા સિંગલના ફાઈનલ મુકાબલામાં સાઈના નેહવાલે સીધા સેટમાં હમવતન ખેલાડી પી વી સિધ્ધુને ૨૧-૧૮, ૨૩-૨૧ હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જયારે ઓલમ્પિકમાં સિલ્વરમેડાલિસ્ટ સિધ્ધુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં સાઈના નેહવાલના કેરિયરનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા સાઈનાએ ૨૦૧૦ના દિલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શ્રીકાંતે જીત્યો સિલ્વર મેડલ

બેડમિન્ટનની પુરુષ સિંગલના ફાઈનલ મુકાબલામાં વર્લ્ડ નંબર ૧ ખેલાડી કિદાન્બી શ્રીકાંતને હારનો સામનો કરવો પડ્યો હતો અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં શ્રીકાંતને મલેશિયાના વર્લ્ડ નંબર ૭ લી ચોંગ વીએ ૧૯-૨૧, ૨૧-૧૪, ૨૧-૧૪થી હરાવ્યો હતો.

બેડમિન્ટનના પુરુષ ડબલ્સ મુકાબલામાં ભારતની હાર

બેડમિન્ટનના પુરુષ ડબલ્સ મુકાબલામાં ભારતીય જોડીને હારનો સામનો કરવો પડ્યો હતો. સાત્વિક રેંકીરેડી અને ચિરાગ શેટ્ટીની જોડીને ઈંગ્લેંડના એલિસ માર્કસ અને લૈન્ગ્રીઝ ક્રિશની જોડીએ ૨૧-૧૩, ૨૧-૧૬થી હરાવી હતી . આ હાર બાદ ભારતીય જોડી સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.

ટેબલ ટેનિસના મિક્સ ડબલ્સ મુકાબલામાં ભારતને બ્રોન્ઝ

ટેબલ ટેનિસના મિક્સ ડબલ્સ મુકાબલામાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મનિકા બત્રા અને જિ સાથિયાનની જોડીને ભારતની જ શરત કમલ અને મૌમા દાસની જોડીએ ૧૧-૬, ૧૧-૨, ૧૧-૪થી હરાવી હતી. આ બ્રોન્ઝ મેડલ સાથે મનિકા બત્રાનો આ ચોથો મેડલ છે.

ટેબલ ટેનિસના પુરુષ સિંગલ બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ભારતીય ખેલાડી અચંત શરત બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો હતો. શરતે ઈંગ્લેંડના સેમ્યુઅલ વોકરને ૧૧-૭, ૧૧-૯, ૯-૧૧, ૧૧-૬, ૧૨-૧૦થી હરાવ્યો હતો.

આ પહેલા કોમનવેલ્થ ગેમ્સનો ૯મો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો હતો. શનિવારે ભારત કુલ ૮ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૬૬ મેડલ આવ્યા છે. જેમાં ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ ભારતના ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે.