અમદાવાદ
શહેરમાં ઠેર ઠેર એએમસી દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઇ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ મોદીના પણ ગેરકાયદે બાંધકામની વિગતો સામે આવી હતી.

સીટીએમ રબારી કોલોની વિસ્તારમાં આ ગેરકાયદે દબાણ હોવાની વાત મળતા એએમસી દ્વારા તરત પગલા લેવામાં આવ્યા હતા અને આ દબાણને તોડી પડાયું હતું. પ્રહલાદ મોદી હાલ સસ્તા અનાજની દુકાનોના એસોસીએશનના ગુજરાત પ્રમુખ તરીકે કાર્યરત છે.
