અમદાવાદની ગુજરાત યુનિવર્સીટી પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. અહી 7માં માળેથી લીફ્ટ તુટતા 7 મજુરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે એકસ્પાયર-2 નામની બિલ્ડીંગનું કામ ચાલતું હતું.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.આ ઉપરાંત બે શ્રમિકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, એકસ્પાયર 2 નામની બિલ્ડીંગમાં સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા અને તે દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા.સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, જયારે આ ઘટના બની ત્યારે લોકો આ બિલ્ડિંગની આસપાસ જ કામ કરી રહ્યા હતા. આજે સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જયારે ઘટના બની ત્યારે મોટો આવાજ આવતા લોકો દોડી આવ્યા હતા.
કન્સ્ટ્રક્શન સાઈડના માલિકોએ ઘટનાનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સાઈડના માલિકોએ આટલી મોટી દુર્ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી મોટી ઘટના બન્યા છતા પણ ફાયર બ્રિગેડ કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, અમે પણ મીડિયામાં સમાચાર જોઈને જ અહી આવ્યા છીએ, અમને આ બાબતે કોઈ સૂચના ન હતી.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ દુર્ઘટના બાદ તેમણે કોઇપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. મીડિયામાંથી લોકોના ફોન આવતા તેઓ આ સ્થળે પહોંચ્યા છે અને આગળની તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના દસ વાગ્યાની આસપાસ બની છે. પરંતુ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, બપોરના એક વાગ્યા સુધી પણ કોઇને જાણ કરવામાં નથી આવી.
આ ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોના નામ
- સંજયભાઈ બાબુભાઇ નાયક
- જગદીશભાઈ રમેશભાઈ નાયક
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક
- મુકેશ ભરતભાઈ નાયક
- મુકેશભાઇ ભરતભાઇ નાયક
- રાજમલ સુરેશભાઇ ખરાડી
- પંકજભાઇ શંકરભાઇ ખરાડી
આ પણ વાંચો: ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી
આ પણ વાંચો:ગોવામાં કોંગ્રેસના 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો દાવો
આ પણ વાંચો:આવતી કાલે સીએમ રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે, જાણો સંપૂર્ણ વિગત
