bhavnagar crime/ ભાવનગરના ધારાસભ્યના પુત્રની કાર પર હુમલો, એક શખ્સની ધરપકડ

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશને પથ્થરમારાની ફરિયાદ નોંધવામાં આવી છે. મોડી રાત્રે આ ઘટના બની હતી. દિવ્યેશ સોલંકી પીથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને પરત ફરી…..

Gujarat

Bhavnagar News: ભાવનગરમાં ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે ફરજ બજાવતા પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હતો. દિવ્યેશ સોલંકીની કાર પર પીથલપુર ગામ નજીક ત્રણ ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશને પથ્થરમારાની ફરિયાદ નોંધવામાં આવી છે. મોડી રાત્રે આ ઘટના બની હતી. દિવ્યેશ સોલંકી પીથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન 3 શખ્સોએ કાર પર પથ્થરમારો કર્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે અજાણ્યા ત્રણ શખ્સોએ દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો કર્યો હતો. હુમલાનું કારણ જાણી શકાયું નથી. બ્રિજરાજસિંહ ગોહિલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ઘોઘા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો:25 વર્ષ પહેલા નિર્દોષ છુટેલા વ્યક્તિને હાઈકોર્ટે પત્નીની હત્યા કેસમાં આપી આજીવન કેદની સજા

આ પણ વાંચો:44 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજમાં ફરી ગાબડાં,દુર્ઘટના થશે તો જવાબદાર કોણ?