Surendranagar News:સુરેન્દ્રનગરના જાનીવડલા ગામની સીમમાંથી ગાંજાના છોડ (Ganja Plants) ઝડપાયાની ઘટના સામે આવી છે.SOGને બાતમી મળતા દરોડા પાડતા ગાંજા ઝડપાયો હતો. તેમજ ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ સાથે એકને પકડ્યો હતો. જેમાં 30 નંગ ગાંજાના છોડ હતા. જેની SOGને બાતમી મળતા દરોડા પાડતા ગાંજા ઝડપાયો હતો. અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી દ્રારા લીલો ગાંજો ઝડપી પાડયો છે. અને ગેરકાયદેસર લીલા ગાંજાના વાવેતરના છોડ નંગ-30 વજન 36 કિલો 300 ગ્રામ કિ. સાથે એક ઇસમને પકડી પાડયો હતો.
રાજપરા ગામ ના ગોવિંદભાઈ કુકાભાઇ રોજાસરા ગાંજા નું વાવેતર કર્યુ છે જે અંગે SOG બાતમી મળેલ તે અંગે દરોડો કરતા જાનીવડલા ગામની સીમમા ઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમા તુવેર તથા બીટી કપાસ જેવા પાક ની આડમાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલ હતું.

આ વધુમાં તેને આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-30 વજન 36કિલો 300 ગ્રામ કિ.રૂ. 3,53,000/- સાથે પકડી પાડી ધોરણસર અટક કરી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કર્યો છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં યુવકની હત્યા, ત્રણ રાઉન્ડ કરાયો ગોળીબાર
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના થાનગઢમાં પિતાપુત્રનું મર્ડર પ્રેમલગ્ન કારણભૂત!
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ
