Surendranagar News/ સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગરમાં ચોટીલા ગામની સીમમાંથી પોતાની પાસે લાયસન્સ નહીં

Top Stories Gujarat
Image 2024 11 10T104721.887 સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ચોટીલા પોલીસે (Chotila Police) સોશિયલ મીડિયામાં હથિયાર (Weapon) સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકવા પર પ્રતિબંધ હોવા છતાં ફેમસ થવાની ઘેલછાએ ફોટો પોસ્ટ કરતા ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી.

સુરેન્દ્રનગરમાં ચોટીલા ગામની સીમમાંથી પોતાની પાસે લાયસન્સ નહીં હોવા છતાં સિંગલ બેરલ મઝરલોડ બંદૂક સાથે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરનાર બન્નેને ઝડપી પાડવામાં આવ્યા છે. લાયસન્સ ન ધરાવનાર શખ્સ કિશોરભાઇ કોબીયા અને રણછોડભાઈ સાકળીયાને પણ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને શખ્શો વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

In Chotila, the doctor raped a girl for one and a half years by luring her  into marriage, a police complaint was filed. | ડોકટર સામે દુષ્કર્મની  ફરિયાદ: ચોટીલામાં એક યુવતીને લગ્નની

અગાઉ રાજકોટમાં સોશિયલ મીડિયા પર બંદૂક સાથે ફોટો અપલોડ કરી રૌફ જમાવતા લોકો સામે કડક કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે બંદૂક સાથે ફેસબુકમાં ફોટો અપલોડ કરનાર યુવક અને પરવાનેદાર ખેડૂતની અટકાયત કરી વિંછીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લાલ ટેલિફોન, જે બન્યું લાખો લોકોના મોતનું હથિયાર, આ શાસકે કર્યો હતો નરસંહાર

આ પણ વાંચો:સુરતમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા

આ પણ વાંચો:ઈરાને તૈયાર કર્યુ નવું હથિયાર, ઈઝરાયેલ-અમેરિકા સામે લડવા તૈયાર