ISRO PSLV-C54 Launch/ ISRO એ આજે લોન્ચ કર્યા 9 નૈનો સેટેલાઈટ અને ઓશનસેટ-

આજે ISRO એ PSLV C54/EOS06 સેટેલાઈટ લોન્ચ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે તેને Oceansat-3 તરીકે પણ ઓળખવામાં આવે છે.

Top Stories India
ISRO

આજે ISRO એ PSLV C54/EOS06 સેટેલાઈટ લોન્ચ કરી દીધા છે. આપને જણાવી દઈએ કે તેને Oceansat-3 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી આજે 9 નેનો સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. હા, આ અંતર્ગત આજે 9 સેટેલાઈટને પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવ્યા છે.

તેમાં OceanSat-3 સેટેલાઈટનો પણ સમાવેશ થાય છે, જે સમુદ્ર અને વાતાવરણના વિજ્ઞાનનો અભ્યાસ કરશે. જણાવીએ કે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV) રોકેટની આ 56મી ઉડાન છે. તેમાં ભૂતાનનો એક સેટેલાઈટ પણ સામેલ છે.

જણાવીએ કે, આ મિશનનો પ્રાથમિક પેલોડ Oceansat-3 છે, જે Oceansat શ્રેણીનો ત્રીજી પેઢીનો ઉપગ્રહ છે. આ ઉપરાંત પિક્સેલ ઈન્ડિયા દ્વારા વિકસિત આનંદ નેનો-ઉપગ્રહ અને ધ્રુવ સ્પેસ, એસ્ટ્રોકાસ્ટ અને સ્પેસફ્લાઈટ યુએસએ દ્વારા વિકસિત અન્ય નેનો-ઉપગ્રહ પણ આજે લોન્ચ કરવામાં આવ્યા હતા.

2009માં, Oceansat-2, પૃથ્વી-નિરીક્ષણ ઉપગ્રહ (EOS), અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. આજે, ISRO એ સમુદ્ર અવલોકનો પર નજર રાખવા અને રેકોર્ડ કરવા માટે ત્રીજું Oceansat-3 EOS લોન્ચ કર્યું છે.

તે જાણીતું છે કે ઓશનસેટ શ્રેણીના ઉપગ્રહો પૃથ્વી અવલોકન ઉપગ્રહો છે, જે ફક્ત સમુદ્રશાસ્ત્ર અને વાતાવરણીય અભ્યાસ માટે સમર્પિત છે. મળતી માહિતી મુજબ તેની મિશન લાઈફ 5 વર્ષ હોવાનું અનુમાન છે.

આ પણ વાંચો:ગુજરાતના તમામ જિલ્લાઓમાં Jio Tarue 5G સેવાઓ મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું

આ પણ વાંચો:ભાજપ આવતીકાલે જાહેર કરશે મેનીફેસ્ટો, વચનોની થશે લહાણી!

આ પણ વાંચો:પ્રથમ વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 307 રનનો