Gujarat Election/ ભાજપ આવતીકાલે જાહેર કરશે મેનીફેસ્ટો, વચનોની થશે લહાણી!

આ સંકલ્પ પત્રની જાહેરાત સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહેશે. 

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
  • આવતીકાલે ભાજપ જાહેર કરશે મેનીફેસ્ટો
  • કમલમથી જાહેર કરાશે સંકલ્પપત્ર
  • ભાજપ રા.અધ્યક્ષ જેપી નડ્ડા રહી શકે હાજર
  • CM ભૂપેન્દ્ર પટેલ,પાટીલ રહેશે હાજર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માંડ ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ  ચૂંટણી જીતવા માટે કમરકસી છે. ભાજપ આવતીકાલે મેનીફેસ્ટો જાહેર કરશે. આ સંકલ્પ પત્રની જાહેરાત સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ હાજર રહેશે.

ગુજરાત વિધાનસબાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની હોવાથી આ વખતે રાજકિય સમીકરણો રસપ્રદ બનશે. ત્રિપાંખિયાે જંગ રાજ્યમાં હાલ જોવા મળશે. ત્રણેય મુખ્ય પાર્ટીઓ હાલ પ્રચારમાં વ્યસ્ત છે. કોંગ્રેસે તો પહેલાથી જ આઠ વચનોની જાહેરાત કરી દીધી હતી.આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ વીજળી મુફત સહિતની અનેક જાહેરાત કરી છે. આવતીકાલે ભાજપ પણ મેનીફેસ્ટો જાહેર કરવા જઇ રહી છે,એમાં પણ વચનોની લહાણી જોવા મળી શકે છે.