MANTAVYA Vishesh/ કોનું કામ બોલશે, કોના પર સવાલ? PM MODI એ બોલાવ્યો મંત્રીઓનો ‘ક્લાસ’

PM Modi Ministers Meeting: PM મોદી સાથે બે દિવસની ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રીઓ પોતાના મંત્રાલયની કામગીરી રજૂ કરશે. યુવાનો, રોજગાર, મહિલા અનામત અને વિકસિત ભારત 2047 સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

India Mantavya Vishesh
PM Modi Ministers Meeting: કામગીરીનો રિપોર્ટ કાર્ડ અને વિકસિત ભારત 2047 પર મંથન

Mantavya Vishesh : મંત્રીઓ સાવધાન… હવે આપવો પડશે કામનો હિસાબ! પીએમ મોદી સામે શરૂ થઈ ગઈ છે મંત્રીઓની બે દિવસની ચિંતન શિબિર(PM Modi Ministers Meeting)… પરંતુ આ માત્ર બેઠક નથી. સવાલ છે…કયા મંત્રાલયે કેટલું કામ કર્યું? કઈ યોજનાઓ જમીન પર પહોંચી? ક્યાં સરકારની ગતિ ધીમી પડી? અને સૌથી મોટો સવાલ… આગામી સમયમાં કોની જવાબદારી વધશે અને કોના કામ પર સવાલ ઊભા થશે?કારણ કે આ વખતે ચર્ચા માત્ર મંત્રાલયના કામ સુધી (Ministers Performance) સીમિત નથી… યુવાનો, રોજગાર, મહિલા અનામત અને 2047ના વિકસિત ભારત સુધીનો આખો રિપોર્ટ કાર્ડ ટેબલ પર છે.તો આવો સમજીએ… મોદીના આ ‘મંત્રીઓના ક્લાસ’માં આખરે શું તપાસાઈ રહ્યું છે અને આ બેઠક પછી સરકારમાં શું બદલાઈ શકે છે?

PM Modi Ministers Meeting: મોદીના મંત્રીઓનો ક્લાસ

પીએમ મોદીની બે દિવસની ચિંતન શિબિર શરૂ થઈ ગઈ છે. અહીં સવાલ માત્ર એટલો નથી કે કયા મંત્રાલયે શું કામ કર્યું… સવાલ એ છે કે કામનું પરિણામ કેટલું મળ્યું? 23 અને 24 સપ્ટેમ્બરની આ બેઠકમાં મંત્રીઓ (Union Ministers) પોતાના મંત્રાલયના કામકાજ, યોજનાઓની પ્રગતિ અને આગામી પ્રાથમિકતાઓ રજૂ કરશે. આખી કવાયતનો મુખ્ય વિષય છે ‘વિકસિત ભારત 2047’. એટલે સરકાર હવે અત્યાર સુધીની કામગીરીનો (PM Modi Ministers Meeting)હિસાબ લઈને આગામી તબક્કાની દિશા નક્કી કરવા માગે છે.

PM Modi Ministers Meeting: કામગીરીનો રિપોર્ટ કાર્ડ અને વિકસિત ભારત 2047 પર મંથન
PM Modi Ministers Meeting: કામગીરીનો રિપોર્ટ કાર્ડ અને વિકસિત ભારત 2047 પર મંથન

આ બેઠકને લઈને સૌથી મોટી ચર્ચા મંત્રીઓના રિપોર્ટ કાર્ડની (Ministers Report Card) છે. કેટલાક મીડિયા અહેવાલોમાં મંત્રીઓની કામગીરીને એક્સેલેન્ટ, ગુડ, એવરેજ અને પુઅર જેવી શ્રેણીમાં જોવાની વાત સામે આવી છે. જોકે, રેડ ઝોનમાં આવેલા મંત્રીની ખુરશી ચોક્કસ જશે, એવી સત્તાવાર જાહેરાત નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે કામગીરીની સમીક્ષા કેબિનેટની આગામી રચના અને જવાબદારીઓ માટે મહત્વપૂર્ણ બની શકે છે. એટલે દરેક મંત્રી માટે સવાલ એક જ છે…મંત્રાલય ચલાવ્યું કેટલું અને પરિણામ આપ્યું કેટલું?

આ વખતે મોદી સરકારનું ધ્યાન માત્ર ફાઇલ અને યોજનાઓ પર નથી. યુવાનો શું વિચારે છે, રોજગારને લઈને તેમનો મૂડ કેવો છે અને સરકારની નીતિઓનો યુવાનો પર કેટલો પ્રભાવ પડ્યો છે, તેના પર પણ ચર્ચા છે. ખાસ કરીને જનરેશન-ઝેડ સાથે સરકારનું જોડાણ કેટલું છે, તેમના પ્રશ્નો શું છે અને તેમને રોજગાર તથા કૌશલ્યની કેટલી તકો મળી રહી છે…આ મુદ્દાઓ મહત્વના છે. કારણ કે સરકાર માટે પડકાર હવે માત્ર યોજના બનાવવાનો નથી, યુવાનોને તેનો સીધો ફાયદો પહોંચાડવાનો છે.

PM Modi Ministers Meeting: કામગીરીનો રિપોર્ટ કાર્ડ અને વિકસિત ભારત 2047 પર મંથન
PM Modi Ministers Meeting: ચિંતન શિબિરમાં કેન્દ્રીય મંત્રીઓ પોતાના મંત્રાલયની કામગીરી રજૂ કરશે

બીજો મોટો મુદ્દો છે મહિલા અનામત. એપ્રિલ 2026માં બંધારણીય સુધારા બિલ લોકસભામાં જરૂરી વિશેષ બહુમતી મેળવી શક્યું નહોતું. બિલના પક્ષમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા 2023માં પસાર થયેલા 33 ટકા મહિલા અનામત કાયદાના અમલ, સીમાંકન અને લોકસભાની બેઠકો વધારવાના મુદ્દાઓ સાથે જોડાયેલી છે. હવે સવાલ એ છે કે આ અટકેલી પ્રક્રિયાને સરકાર આગળ કેવી રીતે લઈ જશે? એટલે મંત્રીઓની આ બેઠકમાં માત્ર કામગીરીનો હિસાબ નહીં, પરંતુ સરકાર સામે ઊભા થયેલા મોટા નીતિગત પડકારો પર પણ મંથન થવાનું છે.

અને આખી કવાયતનું અંતિમ લક્ષ્ય છે વિકસિત ભારત 2047 (Viksit Bharat 2047) . 2021થી જ સરકાર લાંબા ગાળાના વિકાસ માટે સેક્ટર આધારિત આયોજન કરી રહી છે. હવે એ આયોજનને જમીન પર ઝડપી અમલમાં કેવી રીતે મૂકવું, કયા મંત્રાલયની કામગીરીમાં સુધારો જરૂરી છે અને આગામી વર્ષોમાં કઈ નીતિઓને પ્રાથમિકતા આપવી…તેના પર ધ્યાન છે. એટલે આ બે દિવસની બેઠકને માત્ર ‘મંત્રીઓનો ક્લાસ’ કહીને વાત પૂરી થતી નથી. અસલી પરીક્ષા તો બેઠક પછી શરૂ થશે… કઈ નીતિ બદલાય છે, કયા મંત્રાલયને નવી જવાબદારી મળે છે અને સરકાર 2047ના લક્ષ્ય તરફ કેટલી ઝડપથી આગળ વધે છે…હવે નજર તેના પર રહેશે.


આ પણ વાંચો: PM Modi એ દેશના 47 શહેરોમાં વહેંચ્યા 51,000 સરકારી નિમણૂક પત્રો, યુવાનોને આપી મોટી જવાબદારી

આ પણ વાંચો: સોનું ન ખરીદવાની અપીલ પાછળ શું કારણ? PM Modiએ ગણાવ્યું આત્મનિર્ભર ભારતનું મહત્વ

આ પણ વાંચો: 12 વર્ષ પૂર્ણ થતાં PM Modiની ભાવુક પોસ્ટ- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે’