દિલ્હીનાં માયાપુરીમાં મંગળવારે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતા એક પુરુષ અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે દુરવ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જાણવા મળ્યુ છે કે, આ બંન્નેએ હેલ્મેટ પહેર્યુ નહોતુ જે કારણથી ટ્રાફિક પોલીસે તેમને રોક્યા, બાદમાં મહિલાએ ટ્રાફિક પોલીસ સાથએ દુરવ્યવહાર કર્યો. તેમના વાણી-વર્તન બાદ સ્પષ્ટ થયુ કે તે બંન્નેએ દારૂ પીધો હતો. ટ્રાફિક પોલીસની ફરિયાદ પર મહિલા અને પુરુષની ધરપકડ કરવામાં આવી છે.
#WATCH A woman and a man misbehaved&manhandled a traffic police cop on being stopped for not wearing helmet, in Delhi's Mayapuri, last evening.According to the police, the two were heavily drunk. Case has been registered against them on complaint of the traffic police personnel. pic.twitter.com/JSuQfFuDc4
— ANI (@ANI) July 17, 2019
લ્હીનાં માયાપુરીમાં એક સ્કૂટી ચાલક પુરુષ અનિલ પાંડેય અને સાથી મહિલા માધુરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બે મિનિટ 44 સેકન્ડનાં આ વિડિયોમાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મીની સાથે દુરવ્યવહાર કરતી જોવા મળે છે. આ વિડિયોમાં પોલીસકર્મિઓએ હેલ્મેટ નહી પહેરવા પર તેમને રોક્યા હતા, જેના પર બંન્નેએ પોલીસકર્મિઓની સાથે ગેરવર્તણૂક કરી. સ્કૂટી ચાલક પુરુષએ પહેલા પોલીસકર્મિઓને કહ્યુ કે, મહિલાનાં ભાઈની મોચ થઇ ગઇ છે, તેમને જવા દે. જેના પર પોલીસે તેમની સ્કૂટી સાઇડ પર લગાવવાની લઇને કહ્યુ તો મહિલાએ સ્કૂટી પરથી ઉતરી પોલીસ કોંસ્ટેબલની સાથે ગેરવર્તણૂક કરી.

વિડિયોમાં બતાવ્યા મુજબ મહિલા અહી તે કહેતી નજર આવી રહી છએ કે ભાઈની મોત થઇ ગઇ છે આમને હુ શું આપુ. ત્યારે સ્કૂટી ચાલક અનિલ પાંડેય પોલીસને કહે છે કે તે કોઇ પાર્ટીમાં હતા જ્યારે તેમના ભાઈની મોતનાં સમાચાર સામે આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
