Not Set/ વડોદરા: એક મહિલાએ 52 મિનિટમાં આપ્યો 4 બાળકોને જન્મ

વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ 4 સંતાનને એકસાથે જન્મ આપ્યો હતો. આ મહિલા કુલ 52 મિનિટમાં તેના 4 બાળકોને જન્મ આપ્યો છે. આપને જણાવી દઈએ કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મંગળવારે મોડીરાતે રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહ ખાતે રૂકશાર નામની 24 વર્ષની પ્રસૃતાએ કુલ 52 મિનિટમાં 4 બાળકોને જન્મ […]

Top Stories Gujarat Vadodara

વડોદરા,

વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ 4 સંતાનને એકસાથે જન્મ આપ્યો હતો. આ મહિલા કુલ 52 મિનિટમાં તેના 4 બાળકોને જન્મ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મંગળવારે મોડીરાતે રૂકમણી ચૈનાની પ્રસૃતિ ગૃહ ખાતે રૂકશાર નામની 24 વર્ષની પ્રસૃતાએ કુલ 52 મિનિટમાં 4 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં 1 બાળકી છે અને 3 બાળકો છે.

મહત્વનું છે કે ડોક્ટર્સની ટીમ દ્વારા નોરમલ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રિ-મેચ્યોર ડિલિવરી હોવાથી ચારેય નવજાત શિશુઓનું વજન ઓછું હતું. જેના કારણે ચારેયને નવજાત શિશુઓને ICUમાં કાચની પેટીઓમાં રાખવામાં આવ્યા છે.

જણાવીએ કે બાળકીનું વજન 1 કિ.ગ્રામ, બે બાળકોનું 1.200 કિ.ગ્રામ અને અન્ય એક બાળકનું વજન 1.100 કિ.ગ્રામ છે.

ડોકર્ટસએ જણાવ્યું હતું કે પહેલું બાળક આસાનીથી નીકળી ગયું. જે દીકરી હતી. પોઝિશન ઊંધી (બ્રિચ,પોઝિશન) હતી. બીજું બાળક નીકળતા વાર લાગી હતી. કારણ કે એ અમારી ધારણા મુજબ સહેજ અંદરના ભાગે હતું. લગભગ 38 મિનિટ પછી એ આવ્યું હતું.મિનિટોમાં જ ત્રીજું ફરી ઊંધુ નીકળ્યું અને છેલ્લે ચોથાનો સીધી નોર્મલ પોઝિશનમાં પ્રસવ થયો. ચારેયને નિઓનેટલ આઇસીયુમાં મોકલવામાં આવ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.