Surat News/ સુરતના ગોડાદરામાં AAPની સભા પહેલાં વિવાદ, VHPએ ગોપાલ ઇટાલિયા સહિત નેતાઓના પોસ્ટર પર શાહી ફેંકી

સુરતના ગોડાદરા વિસ્તારમાં AAPની જાહેર સભા પહેલા તણાવ સર્જાયો છે. VHP કાર્યકરોએ શાહી ફેંકી વિરોધ નોંધાવ્યો, પોલીસ સતર્ક બની.

Top Stories Gujarat Surat Breaking News
AAP

Surat News:સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભા પહેલાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ આપના પ્રમુખ નેતાઓ ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને ચૈતર વસાવાના પોસ્ટર પર શાહી ફેંકીને તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. આ પોસ્ટરમાં નેતાઓની તસવીરોમાં મુસ્લિમ ટોપી પહેરેલી હોવાનું અને “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” તરીકે આમંત્રણ આપેલું હોવાને કારણે હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે.

AAPના ત્રણેય જાણીતા ચહેરાના પોસ્ટર પર શાહી

આ સભા ગુરુવારે યોજાનારી હતી, જેમાં આપના આ ત્રણેય જાણીતા નેતાઓ મુખ્ય વક્તા તરીકે હાજર રહેવાના હતા. પાર્ટી દ્વારા પ્રમોશન માટે લગાવેલા પોસ્ટર્સમાં નેતાઓને મુસ્લિમ ટોપી પહેરાવીને ચિતરવામાં આવ્યા હતા, જેને VHPએ “સામાજિક તણાવ વધારવાનું પગલું” ગણાવ્યું છે. VHP કાર્યકરોએ પોસ્ટર પર કાળી શાહી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો અને આવા પોસ્ટર હિંદુ વિસ્તારમાં લગાવવાને અયોગ્ય ગણાવ્યું.

AAP

“હિંદુ બહુમતીવાળા વિસ્તારમાં આ પ્રકારના પોસ્ટર લગાવવાથી સમાજમાં વિભાજન અને તણાવ વધે તેવું જોખમ છે. આ પાર્ટીની વોટબેંકની રાજનીતિ છે, જે અમને સ્વીકાર્ય નથી.” તેમણે આ કાર્યક્રમને રદ કરવાની માંગ પણ કરી છે.બીજી તરફ, આપના નેતાઓએ આ વિરોધને “રાજકીય ષડયંત્ર” ગણાવ્યું છે. પાર્ટીના સ્થાનિક કાર્યકરોએ કહ્યું કે, પોસ્ટરમાં મુસ્લિમ સમાજને આમંત્રણ આપવું એ સમાવેશી રાજનીતિનો ભાગ છે અને તેનાથી કોઈ તણાવ સર્જાવાનો પ્રશ્ન જ નથી.આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ વધતાં સ્થાનિક પોલીસ જાગૃત બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં AAP-કોંગ્રેસનું ઐતિહાસિક ‘વિરોધ ગઠબંધન,ચૂંટણીની દુશ્મનાવટ ભૂલીને DGVCL અને સ્માર્ટ મીટર મુદ્દે એક મંચ પર

આ પણ વાંચોઃસુરતમાં AAP નેતા વિરૂદ્ધ ફોજદારી ગુનો, સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશન

આ પણ વાંચોઃસુરત મહાનરપાલિકામાં સિક્યુરિટી ગાર્ડ મૂકવાને લઈ લાગ્યા કૌભાંડના આરોપ, AAP દ્વારા લગાવાયા…