ચૂંટણીપંચ/ પંજાબની ચૂંટણીમાં સોનુ સૂદ હવે સ્ટેટ આઇકોન નથી રહ્યા,ચૂંટણી પંચે નિમણૂક રદ કરી

સોનુ સૂદ હવે પંજાબમાં વોટિંગ આઇકોન નહીં રહે. મતદાનની ટકાવારી વધારવાના હેતુથી સોનુ સૂદને રાજ્યના મતદાન આઇકોન બનાવવામાં આવ્યા હતા

Top Stories India

બોલિવૂડ સ્ટાર સોનુ સૂદ હવે પંજાબમાં વોટિંગ આઇકોન નહીં રહે. મતદાનની ટકાવારી વધારવાના હેતુથી સોનુ સૂદને રાજ્યના મતદાન આઇકોન બનાવવામાં આવ્યા હતા. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ અભિનેતા સોનુ સૂદની પંજાબ માટે સ્ટેટ આઇકોન તરીકેની નિમણૂક પાછી ખેંચી લીધી છે, પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ડૉ. એસ. કરુણા રાજુએ પુષ્ટિ કરી કે ચૂંટણી પંચે 4 જાન્યુઆરી 2022ના રોજ પંજાબના સ્ટેટ આઇકન તરીકે અભિનેતા સોનુ સૂદની નિમણૂક પાછી ખેંચી લીધી છે.

 


સોનુ સૂદે આ નિર્ણય પર લખ્યું, બધી સારી બાબતોની જેમ આ સફર પણ સમાપ્ત થયો છે. મેં સ્વેચ્છાએ પંજાબના સ્ટેટ આઈકનનું પદ છોડી દીધું છે. મારા પરિવારના સભ્ય પંજાબ વિધાનસભાની ચૂંટણી લડતા હોવાના લીધે  મારા અને ચૂંટણી પંચે પરસ્પર આ નિર્ણય લીધો છે.સોનુ સૂદની બહેન માલવિકા આ ​​વખતે ચૂંટણી લડવા જઈ રહી છે, તેની જાહેરાત સોનુ સૂદે મોગામાં કરી હતી. જો કે સોનુ સૂદ હાલમાં કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી, પરંતુ તે ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ પંચે આ નિર્ણય લીધો છે. બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે સતત રાજકારણમાં પોતાની રુચિ દર્શાવી છે.