Surendranagar News/ સુરેન્દ્રનગરના લખતરમાં વીજ કર્મીઓ પર હુમલો

લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે ચેકીંગ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે.

Gujarat Others Breaking News

Surendranagar News: લખતર તાલુકાના જુદાજુદા ગામોમાં પીજીવીસેલ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે ચેકીંગ દરમિયાન તાલુકાનાં તલસાણા ગામે વીજ કર્મીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પીજીવીસીએલના જુનીયર એન્જીનીયર દર્શનકુમાર ચૌધરી તથા સ્ટાફના પાર્થભાઇ પરમાર,ડ્રાઈવર દીપકભાઈ મેણિયા તલસાણા ગામે ચીકાભાઇ જેમાભાઇ ઓળકીયા તથા ઠાકરશીભાઈ જેમાભાઇના ઘરે વીજ ચેકિંગ કરી રહ્યા હતા.

તલસાણા ગામના મેહુલભાઇ ઠાકરશીભાઈ તથા ઠાકરશીભાઈ જેમાભાઇ ત્યાં આવ્યા હતા અને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. વીજ કર્મીઓના મોબાઈલમાં વીજ ચોરીના ફોટો હતા તે ધમકી આપી ડિલીટ કરાવ્યા હતા.અને માર મારવાની ધમકી આપી ચાલુ ફરજમા રૂકાવટ કરી હતી.

વીજ કર્મીઓએ ઘટનાની જાણ તેઓના ઉપરી અધિકારીને કરતા અધિકારીની સૂચના મુજબ વીજ કર્મીઓ એ તલસાણા ગામના ઠાકરશીભાઈ જેમાભાઇ તથા મેહુલભાઇ ઠાકરશીભાઈ વિરુદ્ધ લખતર પોલિસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે.

સૌરાષ્ટ્ર્માં વીજચોરીને સામાન્ય માનવામાં આવે છે. દર વખતે દરોડા પાડવામાં આવે છે અને વીજચોરી પકડાય છે, પરંતુ વીજચોરી અટકતી નથી. આ રીતે અવિરત જારી ચોરીના લીધે તંત્રએ પણ સજાગ રહેવું પડે છે. તેની સાથે વીજ ચોરો સામે નિયમિત ધોરણે કાર્યવાહી કરતાં રહેવી પડે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરી સામે કાર્યવાહી કરવી અત્યંત અઘરી હોય છે. ગામના મોટાભાગના લોકો વીજળી ચોરી પકડવા આવેલા વીજકર્મીઓ પર હુમલો કરે છે. આ સંજોગોમા તંત્ર માટે તેમની સામે કાર્યવાહી કરતી અઘરી થઈ પડે છે. વીજચોરીનાી લીધે ઘણી વખત સૌરાષ્ટ્રના શહેરોમાં પણ તેની અસર જોવા મળે છે. તેના લીધે કેટલાય વિસ્તારોમાં લોડશેડિંગ પણ આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોટીલાનાં આ ગામે બે શખ્સોએ વિજકર્મી પર કર્યો હુમલો, પોલીસમાં ગુન્હો દાખલ

આ પણ વાંચો: લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો

આ પણ વાંચો: અમદાવાદ/ બાપુનગરનાં કુખ્યાત ગુનેગારને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો