surendrangagr/ લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો

ઘાઘરેટીયા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એચ.એમ.સુતરીયા ડે.ઈજનેર લીંબડી વીજ ટીમ શિયાણી-ઘાઘરેટીયા રોડ ઉપર પહોંચી

Gujarat
Untitled 21 લીંબડીના ઘાઘરેટીયા ગામે પોલીસ અને SRP જવાનોની હાજરીમાં વીજ ચેકિંગ કરી રહેલી PGVCLની ટીમ ઉપર પથ્થરમારો

લીંબડી તાલુકાના ઘાઘરેટીયા ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી PGVCLની ટીમ પર પોલીસ અને SRP જવાનોની હાજરીમાં પથ્થરમારો થતા ચકચાર મચી જવા પામી છે. કારના કાચ તોડી વીજ કર્મીઓ ઉપર હુમલો કરવાની કોશિશ કરનાર ઘાઘરેટીયા ગામના સરપંચના પતિ સહિત 20 જેટલા ટોળામાં સામેલ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. વીજ કર્મીઓને અપશબ્દો, બોલી હડધૂત કરનાર ઘાઘરેટીયા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.

લીંબડી તાલુકાના ઘાઘરેટીયા ગામે કોર્પોરેટ ડ્રાઈવ અનુસંધાને PGVCLની 8 ટીમો દ્વારા વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બિજલ પરમારનું વીજ જોડાણ તપાસ કરી ટીમ આગળ વધી રહી હતી ત્યારે 6થી 7 લોકો ભેગા મળીને પાટડી પે.વી.કચેરીના જૂ.ઈજનેર પરેશ પ્રજાપતિની કાર ઉપર પથ્થરમારો કર્યો હતો. કારના કાચ તોડી જાનહાનિ કરવાની કોશિશ કરી હતી. પથ્થરમારાથી ભયભીત બનેલા વીજ કર્મી ગામ બહાર નીકળી રહ્યા હતા. તે સમયે ઘાઘરેટીયા ગામના સરપંચ વસંતબેનના પતિ પાંચા ગોસલીયા ધ્રાંગધ્રા પે.વી.કચેરીના જૂ.ઈજનેર સલોનીબેન રાવલ પાસે આવી પહોંચ્યા હતા.

મને પુછ્યા વગર ગામમાં કેમ આવ્યા? વીજ ટીમો ગામની બહાર જઈ રહી હતી ત્યારે સરપંચના પતિ સહિત 20 જેટલા ટોળામાં સામેલ લોકોએ વાહનો રોકી વીજ કર્મીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. લીંબડી ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના ડે.ઈજનેર હિતેષ સુતરીયાએ સરપંચના પતિ સહિત 20 જેટલા ટોળામાં સામેલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘાઘરેટીયા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એચ.એમ.સુતરીયા ડે.ઈજનેર લીંબડી વીજ ટીમ શિયાણી-ઘાઘરેટીયા રોડ ઉપર પહોંચી ત્યારે સરપંચના પતિ પાંચા ગોસલીયાએ જૂ.ઈજનેર દિપક રત્નુ પાસે ધસી આવી ધમકી આપી હતી કે મને પુછ્યા વગર ગામમાં આવ્યા તો હમણાં જે બનાવ બન્યો તે ફરીવાર પણ બનશે. સરપંચના પતિ આવું વર્તન કરે તે યોગ્ય નથી. છતાંય અમે હિંમત હારવાના નથી વીજ ચેકિંગ કામગીરી પૂરજોશમાં ચાલુ જ રહેશે. ઘાઘરેટીયા ગામનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.