Not Set/ પૂર્વવિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, દુકાનમાં ઘુસી વેપારીને માર માર્યો

વસ્ત્રાલ વિસ્તારમાં પાર્કિંગની બાબતે સોનીએ તેના ભાડૂતી ગુંડાઓને બોલાવીને વેપારી પર હુમલો કરાવ્યો હતો. રામોલ પોલીસે આ મામલે સોની તેમજ અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી છે ત્યારે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનાં કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા નરેન્દ્રભાઇ મિસ્ત્રીએ જ્વેલર્સનો શો-રૂમ ધરાવતા દર્શન હસમુખભાઇ શાહ વિરુદ્ધમાં […]

Gujarat
vastral attack પૂર્વવિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, દુકાનમાં ઘુસી વેપારીને માર માર્યો

વસ્ત્રાલ વિસ્તારમાં પાર્કિંગની બાબતે સોનીએ તેના ભાડૂતી ગુંડાઓને બોલાવીને વેપારી પર હુમલો કરાવ્યો હતો. રામોલ પોલીસે આ મામલે સોની તેમજ અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવી તપાસ શરૂ કરી છે ત્યારે આતંક મચાવનાર અસામાજિક તત્ત્વોનાં કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા નરેન્દ્રભાઇ મિસ્ત્રીએ જ્વેલર્સનો શો-રૂમ ધરાવતા દર્શન હસમુખભાઇ શાહ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહાદેવનગરમાં આવેલ રામેશ્વર કોમ્પ્લેક્સમાં નરેન્દ્રભાઇ અને તેમના નાના ભાઇ રામજીભાઇની એલ્યુમિનિયમ સેક્સન અને ગ્લાસની દુકાન આવેલી છે. તેમની દુકાનની ઉપર દર્શન શાહનો પાર્શ્વ જ્વેલર્સનો શો-રૂમ આવેલો છે. પાર્કિંગ તેમજ ગેરકાયદે બાંધકામના મુદ્દે બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે

રામજીભાઇ તેમનાં નાના ભાઈના પત્ની અને બે બાળકો સાથે દુકાનમાં આવ્યા ત્યારે ત્રણ ચાર અજાણ્યા શખ્સો લાકડીઓ લઇને તેમની દુકાનમાં ધસી આવ્યા હતા.

રામજીભાઇ પર હુમલો કરી દીધો હતો. મહિલાએ સમયસૂચકતા વાપરી બાળકને ખસેડી લીધું હતું. જો બાળકને ન ખસેડ્યું હોત તો તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોત.